ETV Bharat / state

વન વિભાગે કર્યું પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચાણ અંગે ચેકિંગ - ભાણવડ વન વિભાગ

ભાણવડ તાલુકાના પતંગ વેચનારા વેપારીઓને ત્યાં વનવિભાગ તથા એનિમલ લવર્સ ગૃપ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત આજે બુધવારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરા, તુક્કલ વેચાણ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચાણ અંગે ચેકિંગ

author img

By

Published : Jan 13, 2021, 11:09 PM IST

  • ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, તેમજ ફાનસ/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ
  • વન વિભાગ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા પતંગના સ્ટોલ તેમજ દુકાન પર પ્રતિબંધિત
  • સાંજના 05:00 કવાર બાદ પતંગ નહીં ચગાવવા અપીલ

દેવભૂમિ દ્વારકા: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે કરૂણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, તેમજ ફાનસ/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આજે બુધવારે વન વિભાગ ભાણવડ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા ભાણવડ શહેરમાં પતંગના સ્ટોલ તેમજ દુકાન પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ફાનસ તુક્કલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ અટકાવવા ભાણવડ તાલુકાના લોકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 09:00 કલાક પહેલા અને સાંજના 05:00 કલાક પછી પતંગના ચગાવવા. કારણ કે, પક્ષીઓ મોટા ભાગે આ સમયગાળામાં વિહરતા હોય છે.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચાણ અંગે ચેકિંગ
પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચાણ અંગે ચેકિંગ

કરૂણા અભિયાનમાં જોડાયેલા લોકો

આ કરૂણા અભિયાન અને જનજાગૃતિ અભિયાનમાં હર્ષા પંપાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ તથા ખીમાણંદ ચાવડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નોર્મલ રેન્જ ભાણવડ તથા તમામ સ્ટાફ અને એનિમલ લવર્સ ગૃપના અશોક ભટ્ટ અને તેમના તમામ સભ્યો સાથે જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.