ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં APL-1 NON NFSA કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે અપાશે રાશન

author img

By

Published : Apr 11, 2020, 9:31 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલની સ્થિતિને લઈને રાજ્યના તમામ APL-1 NON NFSA કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરાઈ છે. આ કામગીરીનો પ્રારંભ 13 એપ્રિલથી થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં APL -1 NON NFSA કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે અપાશે રાશન

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના APL-1 અને NON NFSA કાર્ડ ધારકોને 13 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીના દ્વારા 13મી એપ્રિલથી શરૂ થનારી કામગીરી અંગે માહિતી અપાઈ છે.

દેવભૂમિ દ્વારકા હાલની કોરોના વાઈરસ સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકારે ગરીબ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપ્યા પછી રાજ્યના તમામ APL -1 NON NFSA કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરી છે.

જેની કામગીરીનો પ્રારંભ 13 એપ્રિલથી થવાનો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ યોજનાનો લાભ તમામ લાભાર્થીઓને મળે તે માટે જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે.

કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી જિલ્લાની વાજબી ભાવની દુકાનો પર 13 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.

કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા,1 કિલો ખાંડ તથા 1 કિલો દાળ વિતરણ કરવામાં આવશે. વિતરણ માટે સોશિયલ ડીસ્ટન્સ અને દુકાનો પર ભીડ ન થાય તે માટે જે વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

તેની માહિતી આપતા કલેક્ટર મીનાબેને વધુમાં જણાવ્યું હતું કે, રેશનકાર્ડનો છેલ્લો અંકનો નંબર-1 અથવા 2 હોય તેમને 13 એપ્રિલ, 3 અથવા 4 હોય તેઓને 14 એપ્રિલ, 5 અને 6 હોય તેઓને 15 એપ્રિલ, 7 અને 8 હોય તેઓને 16 એપ્રિલ તથા અંક નંબર 9 અથવા 0 હોય તેવા કાર્ડ ધારકોને 17 એપ્રિલના રોજ સસ્તા ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ કરવામાં આવશે.

કોઇ કારણસર ઉપરોક્ત જણાવ્યા તારીખ દરમિયાન રાશન ન મેળવી શકે તો તેવા રાશનકાર્ડ ધારકોને 18 એપ્રિલના રોજ અનાજ વિતરણ કરાશે. રાશન મેળવવા કાર્ડ દીઠ એક વ્યક્તિએ જ આવવું , કોઇ કાર્ડ ધારકને રાશનના જથ્થાની જરૂર ન હોય અને તેઓ સધ્ધર હોય તો તેમણે સ્વેચ્છાએ રાશન જતું કરવું.

બીજાને દાન કરવા માટે પણ રાશન લેવા ન આવવા અપીલ કરવામાં આવી છે. જિલ્લાના તમામ લાભાર્થીઓને સમયસર નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે માલસામગ્રી મળી જાય એવી સૂચના અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેથી દુકાનો પર ખોટી ભીડ ન કરવા અને જે રેશનકાર્ડ નંબર પ્રમાણે વ્યવસ્થા કરી છે. તે સૂચનાનું પાલન કરવા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.