ETV Bharat / state

ખંભાળિયાની શાન એવી ઘી નદીને લાગ્યું છે ગાંડી વેલ રૂપી ગ્રહણ

ખંભાળિયાની શાન એવી ઘી નદી (Ghee river) કે જે રામનાથ મહાદેવ મંદિરથી લઈ ખામનાથ મંદિર સુધી પથરાયેલી છે. ભૂતકાળમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો ઠરાવ પણ મંજુર કરાયો છે, એવી આ ઘી નદીની હાલત હાલમાં ખુબ જ દયનીય જોવા મળી રહી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Oct 22, 2021, 1:21 PM IST

  • ખંભાળિયાની શાન એવી ઘી નદીને લાગ્યું ગાંડી વેલ રૂપી ગ્રહણ
  • ઘી નદીની હાલત ખુબ જ દયનીય બની
  • મચ્છરનો તેમજ પાણીના જીવ જંતુનો ઉપદ્રવ પણ ખુબ જ વધ્યો

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા (khambhalia) શહેરના મોટા ભાગના વિસ્તારના પાણીના તળ આ ઘી નદી (Ghee river) ને કારણે ઊંચા આવે છે. તો આ પૌરાણિક ઘી નદીનાં કાંઠે સ્નાન ઘાટ, ધોબી ઘાટ પણ આવેલા છે, જ્યાં પહેલાના સમયમાં લોકો સ્નાન કરવા તો ધોબી ઘાટ પર ધોબી કપડાં ધોવા આવતા હતા. આ ઘી નદી કે જ્યાં અનેક વખત તરણ સ્પર્ધા પણ યોજાતી હતી, એટલું જ નહીં આ ઘી નદી (Ghee river) પાસે લોકો ફરવા પણ આવતા હતા. ઘી નદીની હાલત ખંભાળિયા નગરપાલિકાના નિમ્ભર તંત્રના વાંકે ખુબ જ દયનીય બની ગઈ છે.

ખંભાળિયાની શાન એવી ઘી નદીને લાગ્યું છે ગાંડી વેલ રૂપી ગ્રહણ

નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણ માફક નિંદ્રામાં

ઘી નદી (Ghee river) ની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે. નદીમાં સાર્વત્રિક ગાંડી વેલ ઊગી નીકળી છે. જેના કારણે મચ્છરનો તેમજ પાણીના જીવ જંતુનો ઉપદ્રવ પણ ખુબ જ વધેલો જોવા મળે છે. હાલ આ ગાંડી વેલ નીકાળી ઘી નદીને પોતાનું સૌંદર્ય પરત અપાવવા અનેક વખત નગરજનો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કર્યા બાદ પણ ખંભાળિયા (khambhalia) નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણ માફક નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. જે જોતા લોકોનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

આ પણ વાંચો: સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી - કોર્ટના બન્ને જજ સરપ્રાઇઝ વિઝીટ કરી શકે છે

આ પણ વાંચો: સાબરમતી નદીને દૂષિત કરનારાઓના નામ જાહેર કરો : હાઇકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.