દેવભૂમિ દ્વારકા: પિતા- પુત્રીનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે દીકરીને મા કરતા બાપ વધારે વહાલો હોય છે પરંતુ આ ઘટના સાંભળશો તો સભ્ય સમાજમાં આ નરાધમ વિરુદ્ધ ફિટકારની લાગણી વરસસે. દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર વિસ્તારમાં એક દારૂના નશામાં ચૂર અને વાસનામાં અંધ બનેલા પિતાએ પોતાની જ 12 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી (A Father insisted on marrying his own Daughter) પોતાની જ સગીર વયની પુત્રીને શારીરિક અડપલાં પણ કર્યા હતાં. વાત અહીંથી જ અટકતી નથી આ નરાધમે દારૂના નશામાં ચકચૂર થઈ પોતાની જ પુત્રી સાથે નિકાહ કરવાની વાત ઉચ્ચારતા માતા અને પુત્રી માટે આભ ફાટ્યાં જેવી સ્થિતિ થઈ હતી.
પોલીસે આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો
એટલું જ નહીં છેલ્લા બે -ત્રણ માસમાં આ અગાઉ પણ આ નરાધમ પિતાએ હેવાનિયત (Devbhoomi Dwarka Crime) આદરી બાળકી સાથે અડપલાં કરી નિકાહની વાત ઉચ્ચારી હતી. આખરે માતા -પુત્રીએ હિંમત દાખવી નરાધમ પિતાને સબક શીખવવા વાડીનાર પોલીસને (father wants married her daughter) સમગ્ર ઘટના જણાવતાં વાડીનાર પોલીસ મથકના PSI દ્વારા મામલાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ- 8, 12, 18 તેમજ IPCની કલમ 354 ક (1), 506 (2)ની કલમો મુજબ ગુનો નોંધી આરોપી કળિયુગી નરાધમ પિતા ફકીરમામદ હુસેન સુંભણીયાને ગણતરીને કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો: સુરત: કોસાડ રેલવે સ્ટેશન નજીક યુવકને માર મારી અજાણ્યા ઈસમોએ લૂંટ્યો, પહેરેલા કપડા પણ ન છોડ્યા
આ પણ વાંચો: Alcohol Case in Keshod : કેશોદમાં જુનાગઢ LCBએ કરી રેડ લાખો રૂપીયાનો દારૂ કબ્જે કર્યો