દેવભૂમિ દ્વારકા: જગતમંદિરની પવિત્ર ભૂમિમાં શર્મસાર થવું પડે એવી લજાવનારી ઘટના બની છે. દ્વારકામાં 23 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની (girl was raped in Devbhoomi Dwarka) ઘટના સામે આવી છે. જેથી આ પવિત્ર ભૂમિને અપવિત્ર થવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: એક તરફ નરાધમને ફાંસીની સજા, બીજી તરફ વધુ 2 બાળકી બની હવસનો શિકાર
આરોપીએ જાનથી મારી નાંખવાની આપી ધમકી
પોતાની ઘરની રોજીરોટી ચાલવા સ્ત્રી હોય કે પુરુષ કામ માટે તે ઘરની બહાર નીકળવું જ પડે છે પરંતુ આ જમાનો હવે પહેલાં જેવો રહ્યો નથી. આ 23 વર્ષીય યુવતીને આરોપી દોલુભા રાણાભા માણેક નામના શખ્સે કામના બહાને બોલાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો (A 23 year old girl was raped) અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચરી કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે યુવતી મનોમન આ વાતને સંતાડી ચૂપ બેસી રહી હતી.
આ પણ વાંચો: સગીરાને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો
પાંચ માસનો ગર્ભ રહી જતાં સમગ્ર ઘટના સામે આવી હતી
આરોપીએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને ગર્ભ રહી જતા યુવતીને પૂછતા સમગ્ર વાત તેને કહેતા જાણ થઈ કે તેની સાથે શું ઘટના બની છે. આ સમગ્ર મામલે દ્વારકા પોલીસ (Devbhoomi Dwarka Rape Case) મથકે 376 સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો છે અને આરોપી દોલુભા રાણાભા માણેકની અટકાયત કરવામાં આવી છે.