ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ જિલ્લા મતદારોનો મિજાજ, લોકો દ્વારા સ્થાનિક કક્ષાએ રોજગારીની માંગ - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપર પ્રતિષ્ઠાનો જંગ 3 નવેમ્બરે યોજાશે, જે બાદ ચૂંટણીનાં પરિમાણો જ નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે. ત્યારે ડાંગ જિલ્લાનાં આદિવાસી મતદારોનો મિજાજ શું છે અને તેઓ કેવા નેતાઓની માંગ કરી રહ્યાં છે જે અંગે ETV BHARATએ ડાંગના બારીપાડા ગામના લોકો સાથે ખાસ વાતચીત કરી હતી.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ જિલ્લા મતદારોનો મિજાજ

author img

By

Published : Oct 26, 2020, 6:07 AM IST

  • ડાંગના મતદારોનો પેટા ચૂંટણી પર મિજાજ
  • લોકોએ નેતાઓ પાસે વિવિધ માંગણીઓ કરી
  • બારીપાડા ગામના લોકોએ ETV BHARAT સાથે ખાસ વાતચિત કરી હતી

ડાંગઃ જિલ્લાના બારીપાડા ગામના લોકોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓને સ્થાનિક કક્ષાએ ગૃહ ઉદ્યોગનું સ્થાપન કરી લોકોને ઘર આંગણે રોજગારી અપાવે તેવા નેતાઓની આ લોકો ખાસ માંગ કરી રહ્યા છે. બેરોજગારીના લીધે ડાંગ જિલ્લાના હજારો લોકોને 6 મહિના સુધી અન્ય જિલ્લામાં સ્થળાંતર કરવું પડે છે. લોકોની માંગ છે કે તેઓને સ્થાનિક લેવલે રોજગારી પ્રાપ્ત થાય આ ઉપરાંત પાણીની સમસ્યા કે ડાંગ જિલ્લામાં ફક્ત ચોમાસું આધારિત ખેતી ઉપર ખેડૂતો નિર્ભર રહે છે. ત્યારબાદ તેઓને અન્ય મજૂરી માટે ગામથી બહાર પલાયન થવું પડે છે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ડાંગ જિલ્લા મતદારોનો મિજાજ

ડાંગ જિલ્લામાં શિક્ષણની હાલતમાં સુધારો થાય તેવી પણ માંગ આ લોકો દ્વારા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેમજ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા પુરી પાડવામાં આવે. વીજળી, રસ્તા વગેરેની સગવડતાઓ કરી આપે તેવા નેતાઓની માંગ લોકોમાં જોવા મળી હતી.

આ ઉપરાંત પક્ષ પલટું ધારાસભ્ય મંગળભાઈ ગાવીત બાબતે લોકોનો રોષ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.