મતદાર યાદીમાં વસ્તી વિષયક વિગતો (Demographic Details ), મતદારનો ફોટોની ચકાસણી (Verification ) અને પ્રમાણિકરણ (Authentication ) કરવા મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સમાં સુધારાનું કાર્ય Electors Verification Program (EVP ) તા. 1/9/2019થી શરૂ કરવામાં આવશે.
મતદાર યાદીમાંની વિગતોને ચકાસવા માટેની સુવિધા
(1) Voters Helpline Mobile App દ્વારા,
(2) NVSP Portal દ્વારા,
(3) e - Gram કેન્દ્રો/નાગરિક સુવિધા કેન્દ્ર (CSCs ) ખાતે રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરી શકશે.
PWD મતદારોને ચકાસણી માટે ટોલ ફ્રી નંબર 1950 મારફતે સુવિધા આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સંદર્ભિત પત્રમાં દર્શાવેલ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરીને મતદાર પોતાની યાદીમાં સુધારો કરાવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓની નોંધણી કરાવવા, અને જેમની નોંધણી થઈ તે વિદ્યાર્થીઓને મતદાર તરીકેની વિગતોની ચકાસણી સૂચના અપાઈ હતી.