ETV Bharat / state

ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન - dang saputara lockdown

ગિરિમથક સાપુતારામાં વેપારી એસોસિએશન દ્વારા 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. પરંતુ જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ફેલાવો થતા લોકડાઉનના સમયમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા લગભગ છેલ્લા 1 મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રોજ કમાણી કરી ખાનારા લોકો પોતાની રોજીરોટીની ચિંતામાં દિવસો પસાર કરવાનો વારો આવ્યો છે.

ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : May 9, 2021, 10:41 AM IST

  • સાપુતારામાં લારી-ગલ્લા એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન
  • કોરોનાનું સંક્રમણ ફેલાતા નાના વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય
  • હોટેલ એસોસિએશન દ્વારા હોટલો ચાલું રાખવાનો નિર્ણય

ડાંગઃ ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 1 વર્ષથી કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સાપુતારામાં રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય છે. જેને લઈ અહીં કોરોનાના સંક્રમણનો ભય ફેલવાતો હોવાથી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા લગભગ 1 મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં આવી રહ્યું છે.

ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન
ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચોઃ ગુજરાતના ઠપ થયેલા ધંધા રોજગાર ફરી ધમધમશે, શ્રમિકો પરત ફર્યા પોતાની કર્મભૂમિ પર

સાપુતારામાં સ્વૈચ્છિક લોકડાઉનને પ્રચંડ પ્રતિસાદ

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારામાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓથી ઉભરાઈ જતા સાપુતારા સ્વૈચ્છિક લોકડાઉનના પગલે ખાલીખમ જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને કારણે અહીં કાગડાઓ ઉડી રહ્યા છે. નાના વેપારીઓની તમામ દુકાનો બંધ છે. પ્રવાસઓથી ઉભરાતા સાપુતારાના રસ્તાઓ સ્વૈચ્છિક લોકડાઉનને કારણે સૂમસામ ભાષી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠપ થયેલા ધંધા-રોજગાર ફરી ધમધમશે, પોતાની કર્મ ભૂમિ પર પરત ફર્યા શ્રમિક

સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ પડ્યા

સાપુતારામાં નાના ધંધામાં રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવતા બાળુંભાઈ જણાવે છે કે, કોરોનાના સંક્રમણને કારણે અહીં પ્રવાસીઓ આવતા બંધ થઈ ગયા છે. જેના કારણે તેઓના ધંધા રોજગાર ઠપ પડ્યા છે. તેઓને રોજીરોટી કઈ રીતે મેળવવી તે અંગે ચિંતા સતાવી રહી છે. સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. પરંતુ હોટલો ચાલું જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.