આહવાઃ ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે તમામ વેપારીઓને સખ્ત તાકીદ કરી છે કે અનાજ, કરિયાણું, કઠોળ, શાકભાજી-ફળો, દૂધ, દવાઓ વગેરે જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓના ભાવો ધારા-ધોરણ મુજબના લેવાના રહેશે. દેશમાં કોરોના વાઇરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ગરીબ અને સામાન્ય પરિવારના લોકો સહિત બીજા કોઇપણ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઇ તકનો લાભ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી કલેક્ટર ડામોરે આપી છે.
ડાંગના આહવા, વધઇ અને સુબીર એમ ત્રણે તાલુકા મથક સહિત ગામોના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓના વધુ ભાવ ન વસુલાઈ માટે કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે સબંધિત મામલતદારને સૂચના આપવામાં આવી છે. આવા વેપારીઓ સામે નિયમાનુસાર કાયદેસર કાર્યવાહી કરવમાં આવે છે.