- ડાંગ જિલ્લામા 19 દર્દીઓને રજા અપાઈ
- જિલ્લામાં નવા 9 કેસ સાથે કુલ કેસ 553 એક્ટિવ કેસ 94,
- ભાપખલ ગામનાં યુવકનું કોરોનાનાં કારણે મોત
ડાંગ: કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં પણ કોરોના કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યનો સૌથી નાના જિલ્લામાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 553 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 459 દર્દીઓને રજા અપાઈ છે. બુધવારે જિલ્લામાં 94 કેસો એક્ટીવ હતા.
73 કોરોનાં પોઝિટિવ દર્દીઓ હોમ આઇશોલેટ, 1284 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઇન
એક્ટિવ કેસો પૈકી 16 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને 73 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1284 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. 9192 વ્યક્તિઓના હોમ ક્વોરોન્ટાઈન પૂર્ણ થયા છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ
120 કન્ટેમમેન્ટ ઝોન જાહેર
જિલ્લામાં કુલ 120 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 392 ઘરોને આવરી લઈ 1786 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા છે. 115 બફર ઝોન (એક્ટિવ)મા 682 ઘરોને સાંકળી લઈ 2963 લોકોને ક્વોરોન્ટાઈન કરવામા આવ્યા છે. બુધવારે જિલ્લામાં 69 RT PCR અને 112 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 181 સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 69 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા બુધવાર સુધી કુલ 46,587 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.
બુધવારે ડાંગમાં 9 દર્દીઓ પોઝિટિવ નોંધાયા, 1 મોત
બુધવારે શામગહાન ગામે બે સહીત આહવા, કોટમદર, સોનુનીયા, ચીખલી, નડગખાદી, બરડીપાડા, અને લિંગા ગામે એક એક કેસ નોંધાયા છે. ભાપખલ ગામનાં યુવકનું કોરોનાં નાં કારણે મોત નોંધાયું હતું.