ETV Bharat / state

ડાંગનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા - ગિરિમથક સાપુતારા

ડાંગ જિલ્લામાં નવા વર્ષનાં પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. જ્યારે કમોસમી વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં શિયાળુપાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ડાંગનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા

author img

By

Published : Jan 2, 2021, 7:44 AM IST

  • ડાંગમાં વાતાવરણમાં પલટો આવી જતા ઠંડકતાની શીત લહેર
  • શામગહાન સહિત મહારાષ્ટ્રનાં સરહદી વિસ્તારમાં વરસાદી ઝાપટાં
  • કમોસમી વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં શિયાળુપાકોને નુકસાનની ભીતિ

ડાંગ : જિલ્લામાં શુક્રવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. શુક્રવારે મોડી સાંજે 6.30 વાગ્યાનાં અરસામાં ડાંગ જિલ્લાનાં શામગહાન સહીત સરહદીય અને અંતરીયાળ ગામડાઓમાં છૂટક છૂટક કમોસમી વરસાદનાં ઝાપટા પડતા શીત લહેર વ્યાપી જવા પામી હતી.

ડાંગનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા
ડાંગનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા

જિલ્લાનાં ખેડૂતો ચિંતિત બન્યા

નવા વર્ષનાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ, સુબિર અને સાપુતારા સહીતનાં પંથકોમાં સવારથી જ નીલગગન આભલામાં વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર વાતાવરણમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં નવા વર્ષનાં પ્રથમ દિવસે જ વાતાવરણમાં પલટો આવી જતા ડાંગ જિલ્લાનાં ખેડૂતો ચિંતિત બન્યા હતા.

સાપુતારામાં આહલાદક વાતાવરણ બની ગયું

ગિરિમથક સાપુતારા ખાતે પણ સવારથી જ વાદળો અને ધૂમમ્સીયા વાતાવરણે સમયાંતરે ઘેરાવો ભરતા અહીનાં જોવાલાયક સ્થળોમાં ટેબલ પોઈન્ટ,સનરાઈઝ પોઈન્ટ, સર્પગંગા તળાવ, સ્ટેપ ગાર્ડન, રોઝગાર્ડન સહીતનાં સ્થળો પ્રવાસીઓ માટે આહલાદક બની ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.