ETV Bharat / state

સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ - unseasonal rain

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકના ગામડાઓમાં વાતાવરણના પલટા પછી અચાનક કમોસમી માવઠું તૂટી પડતા સર્વત્ર ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારા પંથકમાં કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન થયુ હતુ.

સાપુતારા
સાપુતારા
author img

By

Published : May 1, 2021, 11:12 AM IST

  • કાળઝાળ ગરમીની સાથે બફારાએ જનજીવનને ત્રસ્ત કર્યા
  • પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદનું માવઠું પડ્યું
  • ડાંગી ખેડૂતોના પાકોનું જંગી નુકસાન થયુ

ડાંગ : રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે પણ ઋતુચક્રના મૌસમે મિજાજ બગાડતા અહીં દ્વિભાસી વાતાવરણ પ્રતિત થવા પામી રહ્યુ છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકના ગામડાઓમાં શુક્રવારે બપોર સુધી કાળઝાળ ગરમીની સાથે બફારાએ જનજીવનને ત્રસ્ત કર્યા હતા.
આ પણ વાંચો : જૂનાગઢ હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી

વાતાવરણનાં પલટા પછી એકાએક કમોસમી માવઠું પડ્યું

સાપુતારા સહિત સરહદીય ગામડાઓમાં બપોર પછી નિલગગન આભલામાં કાળાડિબાંગ વાદળોનાં ઘેરાવામાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટી તેમજ સરહદીય ગામડાઓમાં એકાએક કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ. સાપુતારા પંથકમાં વાતાવરણનાં પલટા પછી એકાએક કમોસમી માવઠું તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં ફળફળાદી સહિત શાકભાજી તથા કઠોળ જેવા પાકોને જંગી નુકસાન થયુ હતું.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.