ETV Bharat / state

ડાંગમાં માવઠાથી શિયાળુ પાકને ભારે નુકસાન, કારેલાની વાડીઓ જમીનદોસ્ત થઈ - શિયાળું પાક

ડાંગ જિલ્લામાં ગત્ત બે દિવસથી માવઠાને કારણે આદિવાસી ખેડૂતોને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. શિયાળાની ઋતુમાં કારેલાની વાડીઓ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.

ડાંગમાં માવઠાથી શિયાળું પાકને ભારે નુકસાન

author img

By

Published : Jan 11, 2021, 12:12 PM IST

  • સાપુતારાના તળેટીય વિસ્તારમાં કારેલાની વાડીઓ જમીનદોસ્ત થઈ
  • કારેલાની વાડીઓ જમીનદોસ્ત થતાં ખેડૂતોને જંગી નુકસાન
  • ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ

આહ્વાઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને જંગી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગમાં બે દિવસથી ચોમાસું જેવો માહોલ જામતા ભારે વરસાદ વરસી ગયો હતો. ધોધમાર વરસાદ વરસી જતાં ખેડૂતોનાં પાકને નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે.

ડાંગમાં માવઠાથી શિયાળું પાકને ભારે નુકસાન

સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને જંગી નુકસાન

સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલા બોડારમાળ, લહાન બરડાં, માળુંગા, આંબાપાડા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો કારેલાની ખેતી કરવા લાગ્યાં છે, ત્યારે ગુરૂવારે ભારે વરસાદ વરસી જતાં ખેડૂતોની કારેલાની ઉભી વાડીઓ જમીનદોસ્ત થઈ જવા પામી હતી. કારેલાની વાડીઓ જમીનદોસ્ત થઈ જતાં આ ખેડૂતોને જંગી નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

DANG NEWS

ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ

ડાંગ જિલ્લામાં આ વર્ષે મહિનામાં સમયાંતરે કમોસમી માવઠું પડી જતાં ખેતીનાં પાકને જંગી નુકસાન થયું છે. બોડારમાળ ગામનાં ખેડૂત મનહરભાઈ મહાલે જણાવ્યું કે, એક એકર જમીનમાં કારેલાવાળી જમીનદોસ્ત થઈ જતા તેમને 50 થી 60 હજાર રૂપિયાની નુકસાની થઈ છે. આ વાડીમાં 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ કમોસમી માવઠું અને કારેલાના ભાવ ન મળવાનાં કારણે ખર્ચ પણ કાઠવો મુશ્કેલ બની ગયો છે, ત્યારે આ ખેડૂતો સરકાર જોડે સહાયની માંગણી કરી રહ્યા છે.

ચોમાસું દરમિયાન વરસાદ વરસતા ફક્ત ખેતી આધારિત આત્મનિર્ભર ડાંગના ખેડૂતોને ખેતીનાં પાકમાં નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. ડાંગર અને નાગલીની ખેતી કરતાં ખેડૂતોના સંગ્રહિત પાકને માવઠાને કારણે ખેડૂતોનોને નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. તેમ છતાંય ડાંગ જિલ્લામાં ખેતીના પાકની નુકસાનની કારણે સહાય આપવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.