ETV Bharat / state

દક્ષિણ ડાંગના વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ બાદ ઢોલ પ્રજાતિનાં બે એશિયાટીક "વાઈલ્ડ ડોગ" દેખાયા - Two Asiatic Wild Dogs appeared in Vansada National Park in South Dangs

દક્ષિણ ગુજરાતનાં જંગલો દુર્લભ જંગલી પ્રાણીઓનાં રહેઠાણ માટે અનુકૂળ ઢોલ વાઈલ્ડ ડોગનું આગમન તો થયુ જ છે. પરંતુ આવનાર દિવસોમાં ઊડતી ખિસકોલી પણ આ નેશનલ પાર્કનું નજરાણુ બનશે તેનું અનુમાન લાગી રહ્યું છે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ બાદ દુર્લભ ગણાતા ઢોલ પ્રજાતિનાં બે એશિયાટીક "વાઈલ્ડ ડોગ" દેખાતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

Wild Dog
વાઈલ્ડ ડોગ
author img

By

Published : May 24, 2020, 8:07 PM IST

Updated : Jun 22, 2022, 12:11 PM IST

ડાંગ : દક્ષિણ ગુજરાતનાં અંબિકા નદીનાં સહ્યાદ્રિની તળેટીમાં આવેલ વાંસદા નેશનલ પાર્ક 24 હેકટરનાં ગાઢ જંગલ વિસ્તારમાં ફેલાયો છે. અહી વિવિધ પ્રાકૃતિક વનસ્પતિઓ,સરીસૃપ જીવજંતુ,વન્ય પ્રાણીઓનો ખજાનો જોવા મળે છે. નેશનલ પાર્કમાં સ્થાનિક બર્ડ વોચર મિતુલ દેસાઈ અને મોહમદ જાટ દ્વારા જંગલમાં વિહરતા બે દુર્લભ જાતિના એશિયાટીક જંગલી કૂતરાને જોયા બાદ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગનાં DFO દિનેશભાઇ રબારી અને સ્ટાફ દ્વારા જંગલ વિસ્તારમાં નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવતા એશિયાટીક વાઇલ્ડ ડોગનું નર અને માદા જોડું કેમેરામાં કેદ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં 50 વર્ષ બાદ ઢોલ પ્રજાતિનું પ્રાણીનું અસ્તિત્વ હોવના પુરાવા મળતા આનંદની અનુભૂતિ થઈ હતી. ઢોલ પ્રજાતિ ઇન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 1972નાં શિડયુલ 2 હેઠળ સુરક્ષિત પ્રાણી યાદીમાં સમાવિષ્ટ છે.

Wild Dog
વાઈલ્ડ ડોગ

આ ઉપરાંત ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા નામશેષ થવાનાં આરે પહોચી ગયેલા પ્રાણીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યુ છે. અહી આ વાંસદા નેશનલ પાર્કમાં હવે આ પ્રજાતિનું વિસ્તરણ થાય તેવુ વન વિભાગે સતત નિગરાની સાથે સંવર્ધન માટે કાર્યવાહી હાથ ધરી છે. ઢોલ પ્રજાતિનું આ જંગલી પ્રાણી ઝુંડમાં રહી શિકાર કરવામાં માહીર ગણાય છે. તેની પૂંછડી વાળથી ભરાવદાર હોય વાઘને પણ હંફાવી દે તેવી શક્તિ ઘરાવે છે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક જીગર પટેલનાં જણાવ્યા અનુસાર છ મહીના અગાઉ વાંસદા રાષ્ટ્રીય પાર્કનાં કેવડી-સરા ગામ નજીક એક મહુડાનાં ઝાડ ઉપર અજાયબી તરીકે ઓળખાતી ઊડતી ખિસકોલી 5 વાગ્યાનાં અરસામાં જોવા મળી હતી. આ ઊડતી ખિસકોલીને જોવા માટે વન વિભાગ દ્વારા વોચ પણ ગોઠવી છે. થોડા સમય બાદ આ ઊડતી ખિસકોલી પણ પુરાવા સાથે નવલા નજરાના તરીકે વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળશેનું ચર્ચાઈ રહ્યું છે.

Wild Dog
વાઈલ્ડ ડોગ

હાલમાં વાંસદા રાષ્ટ્રીય પાર્ક દુર્લભ પ્રાણીઓનું ઘર બની રહેતા પ્રકૃતિ પ્રેમીઓ ગેલમાં આવી ગયા છે. હાલમાં વાંસદા રાષ્ટ્રીય પાર્કમાં ઝરખ,મહાકાય અજગર,નાગ,દીપડા,ચિતળ,હરણ,સસલા,જંગલી ભૂંડ, જંગલી મરઘા સહિત અસંખ્ય પંખીઓનો ખજાનો ધરભાયો છે. જેમાં ઢોલ પ્રજાતિનાં નર માદાની જોડી અહી ઉમેરાતા હવે પ્રકૃતિપ્રેમીઓને નવલુ નજરાણુ જોવા મળશે.

આ બાબતે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક જીગર પટેલ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, દુર્લભ ગણાતા ઢોલ પ્રજાતીનાં વાઈલ્ડ ડોગ ગુજરાત રાજ્યમાં લુપ્ત થઈ ગયા છે. પરંતુ આ વાઈલ્ડ ડોગનાં હયાતીનાં પુરાવા મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર તથા નાસિક જિલ્લામાં સાંભળવા મળ્યા હતા. જેમાં લોકડાઉન થયુ અને તેનાં 4 મહિના અગાઉથી ઢોલ પ્રજાતીનાં વાઈલ્ડ ડોગ ખોરાકની શોધમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્થળાંતરણ કરી દક્ષિણ ડાંગ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્કમાં આવી ગયા છે. આ વાંસદા નેશનલ પાર્ક ઢોલ વાઈલ્ડ ડોગને અનુકૂળ આવી જતા અહી તેઓએ વસવાટ કરી દીધો છે. હાલમાં અમોએ જંગલમાં લગાવેલ કેમેરામાં આ દુર્લભ ઢોલ કેદ થયા છે, અને જંગલ વિસ્તારમાં ભય વગર ખોરાક મેળવી સ્વતંત્રતાથી વિહરી રહ્યાં છે. હાલમાં આ પ્રાણીને અહીનું વાતાવરણ માફક દેખાઈ રહ્યું છે. જેથી તેઓની પ્રજાતી વધશે અને જિલ્લાની પ્રકૃતિમાં નવું મોરપીંછ ઉમેરાશે.

Last Updated : Jun 22, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.