ડાંગઃ જિલ્લાનાં જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં એક વયોવૃદ્ધ વેપારીનાં ઘરે તેની તિજોરી રીપેરીંગનાં બહાને ગઠિયાએ વૃદ્ધ વ્યક્તિની તિજોરીમાંથી રૂપિયા 2.5 લાખના દાગીનાની ચોરી કરી હતી. જેથી આ વૃદ્ધે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ વૃદ્ધ વ્યક્તિની તિજોરીનું લોક ખરાબ થતા તેઓએ ઘર નજીકથી પસાર થતા ગઠિયાને તિજોરીનાં લોક રીપેરીંગ માટે બોલાવ્યો હતો. તિજોરી રીપેરીંગ માટે આવનારા ગઠિયાએ ઘરનાં વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ આ તિજોરી લોક થઈ ગઇ છે, એમ જણાવી વૃદ્ધ વ્યક્તિને તેલ અને રૂ લેવા મોકલ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ આ વૃદ્ધ વ્યક્તિને જણાવ્યું હતું કે, તિજોરી રીપેરીંગ થઈ ગઈ છે, પરંતું તિજોરી ઉપર ઓઇલ વગરે હોઈ તિજોરી ત્રણ કલાક પછી ખોલવા જણાવ્યું હતું. જો કે, તિજોરી નહિ ખુલતા વૃદ્ધે નજીકનાં એક વેલ્ડીંગવાળાને બોલાવ્યો હતો, ત્યારે ખબર પડી કે તિજોરીમાંથી તમામ સોનાની અને ચાંદીની કિંમતી વસ્તુઓ ગાયબ છે. તિજોરીમાંથી સોના,ચાંદી સહિત કુલ 2,57,435 રૂપિયાનો માલ ગાયબ થઈ જતા આ વૃદ્ધ વ્યક્તિએ આહવા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.