ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસના દર્દીનો બીજો રિપોર્ટ નેગેટીવ - Lahanzaddar village of Subir taluka

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનઝાડદર ગામમાં પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સુબીર C.H.C કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેથી જિલ્લાનાં માટે સારા સમાચાર રહ્યા હતા.

ડાંગ જિલ્લાનાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસનો બીજો સેમ્પલ રિપોર્ટ નેગેટીવ

author img

By

Published : May 1, 2020, 6:58 PM IST

ડાંગઃ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનઝાડદર ગામની નર્સ યુવતી પ્રિતીબેન કુંવરનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોધાયો હતો. આ યુવતીને હાલ સુબીર C.H.C કોવિડ કેર હોસ્પિટલમાં આઇશોલેટ કરવામાં આવી છે. જ્યાં સારવાર દરમિયાન આ યુવતીનાં બે સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવતા જિલ્લાનાં માટે સારા સમાચાર રહ્યા હતા.

ડાંગ જિલ્લાની સુબીર તાલુકાનાં લહાનઝાડદર ગામની યુવતી પ્રિતીબેન કુંવર જેને 20 એપ્રિલનાં રોજ કોવિડ હોસ્પિટલ આહવા ખાતે નર્સ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી. આ યુવતી પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી અને નિમણૂક દરમિયાન તેણીએ પોતાની હિસ્ટ્રી છુપાવી હતી.

ડાંગ જિલ્લાનાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસનો બીજો સેમ્પલ રિપોર્ટ નેગેટીવ
ડાંગ જિલ્લાનાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસનો બીજો સેમ્પલ રિપોર્ટ નેગેટીવ

તેવામાં સુરતની કિરણ હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુવતીની શોધખોળ હાથ ધરાઈ હતી. તે દરમિયાન આ યુવતી આહવા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નિમણૂક પામી ફરજ પર જોડાયાની ડાંગ વહીવટી તંત્રને ખબર પડતા જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 22 એપ્રિલનાં રોજ આ નર્સ યુવતીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તા. 23 એપ્રિલના રોજ આ યુવતીનો ડાંગ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો.

આ યુવતીને તાત્કાલિક સુબીર C.H.C ખાતે કોવિડ કેર સેન્ટરમાં આઇશોલેટ કરવામાં આવી હતી, જ્યાં આ યુવતીનાં સારવાર દરમિયાન બે બલ્ડ રિપોર્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કોરોના પોઝિટિવ પ્રથમ યુવતીનાં બન્ને રિપોર્ટ સેમ્પલ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

હાલમાં આ યુવતીની સારવાર સુબીર C.H.C કોવિડ કેર સેન્ટરમાં ચાલી રહી છે. આ યુવતીનાં બન્ને સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવતા સરકારી ગાઇડલાઇન પ્રમાણે યુવતીની 12માં દિવસે સંપૂર્ણ આરોગ્ય તપાસણી કરી સ્વસ્થ જણાશે અને કોરોનાનાં કોઈ પણ લક્ષણો ન હોય તો 14 દિવસનો કોરોન્ટાઇન પીરીયડ પૂરો કરી રજા આપવામાં આવશે.

આ સાથે જ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભીસ્યા ગામનો વતની વિનોદભાઇ ગાવિત જે સુરતની ખાનગી લોખાત હોસ્પિટલમાં વોર્ડ તરીકે કામ કરતો હતો અને સુરત ખાતે ભાડે રૂમ રાખી રહેતા આ યુવકને પણ સંક્રમણને કારણે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા તે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

આ યુવક લોકડાઉન દરમિયાન ડાંગમાં આવ્યો ન હતો. પરંતુ ડાંગ વહીવટી તંત્રએ તકેદારીનાં ભાગ રૂપે ભીસ્યા ગામે જઈ તપાસ પણ હાથ ધરી હતી. આ ભીસ્યા ગામનાં યુવકે સિવિલ હોસ્પિટલ સુરતનાં કોવિડ કેરમાં 21 દિવસની સારવાર લીધા બાદ આ યુવકનાં પણ બન્ને સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવતા અને આ યુવક સંપૂર્ણ પણે સ્વસ્થ જણાતા તેમજ કોરોન્ટાઇન પીરીયડ પૂરો કરતા આ યુવકને બે દિવસ પહેલા જ સુરત હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ બાબતે ડાંગ જિલ્લાનાં આરોગ્ય અધિકારી ડૉ. સંજયભાઈ શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે સુબીર તાલુકાની લહાનઝાડદર ગામની પ્રથમ કોરોના પોઝિટિવ યુવતીનાં એક એક દિવસનાં આંતરે લીધેલા બન્ને સેમ્પલ રિપોર્ટ "નોન ઇન્ફેકટેડ" નેગેટીવ આવ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ યુવતીને 14 દિવસનું કોરોન્ટાઇન પિરિયડ પૂરો કર્યા બાદ રજા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.