ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પ્રજાએ સ્વખર્ચે જ રસ્તાઓનું કર્યું રીપેરીંગ કામ

ડાંગ : જિલ્લાના વાંઝીટેમ્બરૂનથી મુરમબારી ગામનો રસ્તો આશરે 7 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જેના થોડા વર્ષો બાદ માર્ગની પરિસ્થિતિ વિકટ બનતા અહીંના નિવાસીઓ દ્વારા વહીવટ તંત્રને વારંવાર પેચિંગ અને રીપેરકામ માટે રજુઆત કરી હતી, પરંતુ, તંત્રના અનઘડ વહીવટીને કારણે કામ શરૂ કર્યુ ન હતુ. પરંતુ તે તંત્રનું કરવાનુ કામ ગામ લોકોએ જ કરવાનુ શરૂ કર્યુ હતું.

ડાંગ જિલ્લામાં પ્રજાએ સ્વખર્ચે જ રસ્તાઓનું રીપેરકામ કરી નાખ્યુ
ડાંગ જિલ્લામાં પ્રજાએ સ્વખર્ચે જ રસ્તાઓનું રીપેરકામ કરી નાખ્યુ
author img

By

Published : Dec 23, 2019, 6:19 PM IST

ગુજરાત સરકાર વિકાસની મોટીમોટી વાતો કરે છે. ખરેખર ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તોઓ બિસ્માર બન્યા છે. મુરમબારી અને વાંઝીટેમ્બરૂન ગામના લોકો દ્વારા આ બાબતે ઉચ્ચકક્ષાએ મૌખિક રજુઆત કરી હતી. પરંતુ, તેમના ઉડાવું પ્રતિઉત્તર માત્ર ને માત્ર લોકોને ખોટા વાયદા કર્યા હતા. ગામના લોકો દ્વારા જણાવ્યાં મુજબ રસ્તા રીપેરના કામગીરીની ગ્રાન્ટ તેમને પોતાના અંગત કામ માટે વાપરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને ગામ લોકોએ પોતાના ખર્ચે જ રોડ બનાવી લીધા હતાં.

Intro:ડાંગ જિલ્લાના વાંઝીટેમ્બરૂન થી મુરમબારી ગામનો રસ્તો આશરે ૭ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો જેના થોડા વર્ષો બાદ માર્ગની પરિસ્થિતિ નિકટ બનતા બાદ અહીંના નિવાસીઓ દ્વારા વહીવટ તંત્રને વારંવાર પેચિંગ અને રીપેરકામ કામ માટે રજુઆત કરી હતી પરંતુ વાહીવતીના વારંવાર આડાકાન તેમજ નિષ્કાળજીના કારણે પ્રજામાં રોષ જાગ્યો અને જાતેજ રીપેર કામમાં જોતરાઈ ગયા હતા.Body:ગુજરાત સરકાર વિકાસની મોટીમોટી વાતો કરે છે ખરેખર ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તોઓ બિસ્માર બન્યા છે.
મુરમબારી અને વાઝીટેમ્બરૂન ગામના લોકો દ્વારા માજી બાંધકામ અધ્યક્ષ સુરેશ ચૌધરીને આ બાબતે ગ્રામજનો દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી હતી પરંતુ એમના ઉડાવું પ્રતિઉત્તર માત્ર ને માત્ર લોકોને ખોટા વાયદા કર્યા હતા.
ગામના લોકો દ્વારા જણાવ્યાં મુજબ રસ્તા રીપેરના કામગીરીની ગ્રાન્ટ એમને પોતાના અંગત કામ માટે વાપરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ વિસ્તારમાં ધુરંધર રાજકારણી હોવા છતાં વિકાસની ખોટ ચૂંટાયેલા પ્રતિનિધીઓએ પ્રજાની સમસ્યાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર !
આ વિસ્તાર તરફ માજી બાંધકામ અધ્યક્ષ સુરેશ ચૌધરી તાલુકા પંચાયત સદસ્ય મોહનાબેન તથા સરપંચ ચમારભાઈ ઉપ સરપંચ રાજુભાઇ ભોયે તેઓ ભૂગર્ભમાં જાણે ઉતરી ગયા હોય અને પ્રજાએ સ્વખર્ચે કામ કરવું પડતું હોય તે કેટલું યોગ્ય ?

Conclusion:વાઝીટેમ્બરૂન ગામના યુવાનો અને વડીલો તેમજ રિટાયર્ડ સરકારી કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત હસ્તક માર્ગની કામગીરી હાથ ધરી હતી જે બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માઠું લાગતા લાગતા વળગતા વિભાગને જાણ કરી અટકાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ રોષે ભરાયેલો યુવાનો અને વડીલો તાબોળતોડ 3 કિમીનો રસ્તાનું રીપેરકામ પૂર્ણ કરી જિલ્લા પંચાયતની હાંસી ઉડાવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.