ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સંઘે કર્યુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન - Cricket tournament

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં શિક્ષકોએ ઘોઘલીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા, વઘઇ સુબિર તાલુકાનાં કુલ 6 શિક્ષકોની ટીમોએ રમતમાં ભાગ લીધો હતો. જેમાં આહવાની ટીમ વિજેતા બની હતી.

પ્રાથમિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં આહવા તાલુકાની ટીમ વિજેતા

author img

By

Published : Mar 14, 2021, 3:40 PM IST

  • પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રહ્યા ઉપસ્થિત
  • પ્રાથમિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં આહવા તાલુકાની ટીમ વિજેતા
  • મહિલાઓને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા આહ્વાન

ડાંગ: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નેજા હેઠળ ઘોઘલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાં હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મુકાઈ હતી. આ ટુર્નામેન્ટમાં તમામ તાલુકાની બે ટીમ એમ 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચમાં આહવાની ટીમ વિજેતા થઈ હતી.

ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

આ પણ વાંચો: રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ત્રંબા ખાતે કરાયું

શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે આપ્યું માર્ગદર્શન

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાય બીજી રમતોનું આયોજન કરી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના આવશે એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વર્ગોને સેનેટાઇઝ કરાયા

શિક્ષિકા બહેનોને રમતોત્સવ ઉજવણી કરવા કર્યું આહ્વાન

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલને શિક્ષિકા બહેનોનો પણ રમતોત્સવનું આયોજન કરવા માટે આહ્વાન કર્યું હતું. જિલ્લા સંઘના પ્રમુખ ધનજરાવભાઈ ભોયે દ્વારા તમામ શિક્ષકો ખેલાડીઓને ટુર્નામેન્ટમાંથી યુનિટી અને ખેલદિલી કેળવાય છે અને આ ટુર્નામેન્ટ આપણા સંગઠનની એકતાનું દર્શન કરાવે છે એમ જણાવ્યું હતું.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ પ્રાથમિક સંઘનાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, રાજ્ય સંઘના કારોબારી સભ્યો, તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રીઓ જિલ્લા -તાલુકા સંઘના કારોબારી સભ્યો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન અને સંચાલન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આંતરીક ઓડિટર અને ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી રણજીતભાઈ એમ.પટેલ અને એમના સાથી મિત્રો દ્વારા થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.