ETV Bharat / state

પેન્ટિંગ દ્વારા આદિવાસી સંસ્કૃતિનો સંદેશ આપી રહ્યા છે આ પિતા-પુત્ર

author img

By

Published : Dec 14, 2019, 6:48 AM IST

ડાંગ: રાજ્યના છેવાડે આવેલો ડાંગ જીલ્લો તેની વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો છે. વર્તમાન સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ શહેરીકરણ તરફ વળી રહી છે ત્યારે પેન્ટિંગ દ્વારા અહીંના પિતા-પુત્રની જોડી પોતાની આદિવાસી સંસ્કૃતિ અને લોકજીવન જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યાં છે.

Dang
વારલી પેન્ટિંગનો વારસો

ડાંગ જિલ્લાના વઘઈથી 12 કિલોમીટર દુર આવેલા ભવાડી ગામમાં રહેતાં જયેશભાઈ મોકાસી જેઓ વ્યવસાયે ખેડૂત છે. તેમનું નેશનલ મેડિસિન પ્લાન્ટ્સ બોર્ડ દ્વારા આયોજિત સેમિનારમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જયેશભાઈએ આદિવાસી લોકોની ઓળખ સમાન વારલી પેન્ટિંગનો વારસો પણ જાળવી રાખ્યો છે. આ પેન્ટિંગ ગેરુથી રંગાયેલી લીંપણવાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવેલ સફેદ રંગ વડે કરવામાં આવે છે.

લગ્ન પ્રસંગે, તહેવારમાં અને નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ પ્રકારના ચિત્રો ઘરની મુખ્ય દીવાલ પર દોરવામાં આવે છે. આ ચિત્રકળા વર્ષો જૂની છે અને વર્તમાન સમયમાં આધુનિકતાને કારણે લુપ્ત થતી જાય છે ત્યારે આ કળાને જાળવી રાખવા જયેશભાઈ મોકાસી અને તેમના પુત્ર કિરણભાઈ મોકાસી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વારલી પેન્ટિંગ દ્વારા પોતાની સંસ્કૃતિની જાળવણી કરી રહેલા પિતા-પુત્રની આ જોડીના પેન્ટિંગ દેશ-વિદેશમાં જાય છે.

પેન્ટિંગ દ્વારા આદિવાસી સંસ્કૃતિનો સંદેશ આપી રહી છે આ પિતા-પુત્રની જોડી

જયેશભાઈ અને તેમના પુત્ર પોતાની પેન્ટિંગમાં સમાજને સંદેશ આપતા ચિત્રો દોરે છે. જેમકે સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ વગેરે. ડાંગ જિલ્લાની આહવા ખાતે આવેલી માહિત ખાતાની ઓફીસ, સર્કિટ હાઉસ, સાપુતારા તેમજ અન્ય જાહેર સ્થળોએ વારલી પેન્ટિંગ લોકોને આકર્ષિત કરે છે.

Intro:રાજ્યના છેવાડે આવેલ ડાંગ જીલ્લોએ વિશિષ્ટ ભાતીગળ લોક સંસ્કૃતિ માટે વિખ્યાત છે. આજે ગ્રામ્ય સંસ્કૃતિ આધુનિકરણ તરફ વળી રહી છે ત્યારે સંસ્કૃતિ અને લોકજીવન કઈ રીતના જાળવી રાખવું તેનું ઉત્તમ ઉદાહરણ પિતા-પુત્ર આપી રહ્યાં છે. વ્યવસાયે ખેડૂત પણ ખેતીની સાથે સંસ્કૃતિ નું પણ ખૂબ જતન કર્યું છે. વાત છે જયેશભાઇ મોકાસી અને તેમના પુત્ર કિરણભાઈ મોકાસી જેઓ ખેતીની સાથે આદિવાસીઓની ઓળખ સમાન વારલી પેંટીંગના વારસાને જાળવી રાખી છે. વારલી પેંટીંગ દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ ને ઉજાગર કરી રહ્યા છે.

Body:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ થી 12 કિમીના અંતરે આવેલ ભવાડી ગામ. આ ગામમાં રહેતાં જયેશભાઇ મોકાસી જેઓ એક સફળ ખેડૂત તરીકે નામના મેળવી ચુક્યા છે અને હાલે પણ તેઓ ખેતી કરી રહ્યાં છે. નષ્ટ અને લુપ્ત થતી વનસ્પતિઓના જતનનું ભગીરથ કાર્ય કરતાં જયેશભાઇ મોકાસીને નેશનલ મેડિસિન પ્લાન્ટ્સ બોર્ડ દ્વારા આયોજિત સેમિનારમાં જયપુર ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું. જયેશભાઇ સફેદ મૂસળીની ખેતી કરીને ડાંગમાં નામના મેળવી ચુક્યા છે.

આ ઉપરાંત આદિવાસી લોકોની ઓળખ સમાન વારલી પેંટીંગનો વારસો જાળવી રાખ્યો છે. વારલી પેંટીંગ એ વારલી ( કૂકણા) લોકોની પરંપરાગત ચિત્રકલા છે. આ પેંટીંગ ગેરું વડે રંગાયેલ લીપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન પ્રસંગે, આદિવાસીનો વાર તહેવારોમાં અને નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દીવાલ પર દોરતાં હોય છે. આ અદ્ભૂત અને હજારો વર્ષો જૂની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે લુપ્ત થતી જાય છે ત્યારે આ કળાને આજે જાળવી રાખીને પિતા-પુત્ર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. વારલી પેંટીંગ દ્વારા પોતાની સંસ્કૃતિની જાળવણી કરી રહેલ પિતા-પુત્ર ની આ જોડીના પેંટીંગ દેશ વિદેશમાં જાય છે.

વર્ષો પહેલાં વારલી લોકો ચોખાના લોટથી ભીત પર વારલી પેંટીંગ બનાવતા હતા. પણ હાલમાં ઓઇલ પેન્ટ વડે પણ સુંદર વારલી પેંટીંગ કરી શકાય છે. જયેશભાઇ અને તેમના પુત્રની વારલી પેંટીંગ આદિવાસી સંસ્કૃતિ, લોકજીવન, વાર તહેવાર, દેવ પૂજા, લોક સંગીત, પ્રવાસ સ્થળો વગેરે જોવા મળે છે. જયેશભાઇ પોતાની પેંટીંગમાં સંદેશાત્મક ચિત્રો દોરે છે જેમકે સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ વગેરે. સંદેશો આપી શકાય એ રીતના તેઓની પેંટીંગ હોય છે. ડાંગ જિલ્લાની આહવા ખાતે આવેલ માહિત ઓફીસ, સર્કિટ હાઉસ, સાપુતારા અને અન્ય જાહેર સ્થળોએ વારલી પેંટીંગ લોકોને આકર્ષિત કરે છે. આ પેંટીંગમાં તહેવારો, રાજાઓની વાર્તા, અને આદિવાસીઑની ખેતી પધ્ધતિઓને દર્શાવામાં આવી છે. ડાંગ જિલ્લામાં જ્યારે પણ ગવર્નર, મુખ્યમંત્રી, મહેમાનો કે ઉચ્ચ કર્મચારીઓ આવે છે ત્યારે તેઓને જયેશભાઇ મોકાસી દ્વારા બનાવેલ ચિત્રો ને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Conclusion:ડાંગ જિલ્લાની યુવા પેઢી શિક્ષણ અને રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આદિવાસીઓની ઓળખ સમાન આ વારલી પેંટીંગનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે,જિલ્લા પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં આવે ઉપરાંત, અત્યારની યુવા પેઢી આ સંસ્કૃતિ તરફ આકર્ષિત થાય અને તેઓ વારલી પેંટીંગ શીખીને ઘર આંગણે રોજગારી મેળવી શકે તેવા પ્રયાસ થાય એ જરૂરી બન્યા છે.

સ્થળ : ભવાડી ગામ , ડાંગ
બાઈટ : જયેશભાઇ મોકાસી ( વારલી ચિત્રકાર )
બાઈટ : કિરણભાઈ ( જયેશભાઇના પુત્ર, વારલી ચિત્રકાર )

Approved by desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.