ડાંગઃ જિલ્લાના કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે. જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ દર્દી નોંધાય છે. ત્યારે સરકારના દિશાનિર્દેશ મુજબ દર્દીના ઘર અને આજુ-બાજુના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આજુ-બાજુ રહેતા લોકોના આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાવામાં આવી રહ્યો છે.
સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર ખાતે કોરોના પોઝિટિવ દર્દીની સારવાર કરતા ડોક્ટર જિતેશ કાકલોતર સાથે એક મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાનો સૌ પ્રથમ કેસ પ્રીતિબેન સુરેશભાઇ કુંવરનો આવ્યો હતો. હાલ તેમનો ટેસ્ટ રિપોર્ટપણ નેગેટીવ આવ્યા છે. હજુ ગાઇડલાઇન મુજબ ફિઝિશ્યન ટેસ્ટ રિપોર્ટઆવ્યા બાદ ચાર-પાંચ દિવસમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે.
લહાનઝાડદર ગામના કોરોના પોઝિટિવ દર્દીના પિતા સુરેશભાઇ ગંગાભાઇ કુંવરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ નિયમિત તપાસણી માટે આવે છે. અમારા અત્યાર સુધીના તમામ રિપોર્ટનેગેટીવ આવ્યા છે. સાથે અમારી દિકરીના રિપોર્ટપણ નેગેટીવ આવ્યો છે. અમારી પુરતી કાળજી લેવાઇ રહી છે. અમે હાલ ચિંતામુક્ત છીએ.