ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વર્ષનો પ્રથમ તહેવાર, તેરાની કરાઈ ઉજવણી

ડાંગ જિલ્લામાં ચોમાસું બેસતાં તેરા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડના પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. જે બાદ તેરાના કંદને આરોગી શકાય છે.

ડાંગ જિલ્લામાં વર્ષનો પ્રથમ તહેવાર, તેરાની કરાઈ ઉજવણી
ડાંગ જિલ્લામાં વર્ષનો પ્રથમ તહેવાર, તેરાની કરાઈ ઉજવણી
author img

By

Published : Jun 25, 2021, 6:07 PM IST

ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા તેરા તહેવાર(tera festival)ની ઉજવણી કરાઈ

ચોમાસુ બેસતા જ જંગલની પેદાશનો ઉપયોગ કરવાનો રિવાજ

તેરા તહેવારની (tera festival) ઉજવણી બાદ ખેતીમાં બીજ વાવણીની માન્યતા

ડાંગ: તેરા તહેવારની (tera festival)ઉજવણી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાં જ જંગલમાં વિવિધ પેદાશો નીકળે આવે છે. જેમાં તેરાનો સમાવેશ થાય છે. તેરાને ભોજનમાં ગ્રહણ કરતાં પહેલાં તેરા તહેવારની(tera festival)ઉજવણી કરવામાં આવે છે.

આદિવાસીઓના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે

તેરા તહેવાર એ ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓના દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર(tera festival)નિમિત્તે જંગલમાંથી તેરા છોડના પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે.

ડાંગી આદિવાસીઓનો વર્ષનો પ્રથમ તહેવાર તેરા

રાજ્યના છેવાડે આવેલા ગુજરાતના જિલ્લાઓમાં બહુલક આદિવાસી વસતી ધરાવતો ડાંગ જિલ્લામાં 98 ટકા આદિવાસી વસતી વસે છે. પ્રકૃતિ સાથે સંકળાયેલા ડાંગીઓના રીતિ- રિવાજ, પરંપરા અને માન્યતાઓ સાથે અહીં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે

ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે વર્ષનો સૌથી પ્રથમ તહેવાર જે તેરાનો તહેવાર (tera festival) છે. જ્યારે અખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર ગણવામાં આવે છે. અખાત્રીજના તહેવાર વખતે પિતૃપૂજન તથા ધાન્યની ખાતરી કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા(tera festival) છે.

જંગલમાં આળુ નામના કંદને લીલા રંગનાં મોટા પાન આવે છે

વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગનાં સુંદર મોટાં પાન આવે છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરે-ધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ વિતી જાય છે. આમ, તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.
તેરા તહેવારની (tera festival) ઉજવણીનો દિવસ ગામનાં આગેવાનો નક્કી કરતાં હોય છે.

જંગલમાં મળતા આળુના કંદને આરોગતા પહેલાં તેની પૂજા કરવામાં આવે છે

ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં પાટીલ, કારોબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની(tera festival) ઉજવણી વિશે દિવસ નક્કી કરતાં હોય છે. આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમ એ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્યારબાદ તેઓ આરોગે છે.

તેરાનાં તહેવારની ઉજવણી બાદ ખેતરમાં બીજ વાવણીની માન્યતાઓ

રાત્રે નાચવાનો કાર્યક્રમ યોજાય છે, તેને ઠાકર્યા નૃત્ય કહેવાય છે. ડાંગ જિલ્લામાં હાલ તેરા તહેવાર નિમિત્તે ઠાકરે નાચવાની પ્રથા વિસરતી જાય છે. જ્યારે અમુક ગામડાઓમાં આ પ્રથા આજે પણ જોવા મળે છે. તેરાના દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.

કેટલાક ખેડૂતો તો અડદ વાવ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી

તેરાના આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે. જમીનમાં પાણી પોચવાથી હવે તે જલધર બની છે. કેટલાક ખેડૂતો તો અડદ વાવ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી. તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા પછી જો તેરાનો સન પાળવામાં આવે તો અડદમાં રોગ લાગુ પડે અને પાંદડા કોવાઈ જાય છે, અડદ મરી જાય એવી માન્યતા છે.

જંગલની પેદાશો પર નભતાં આદિવાસીઓ માટે તેરા મહત્વનો તહેવાર

આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળ નાખી તેઓ ખાય છે.અખાત્રીજના તહેવાર બાદ આદિવાસીઓ માટે વર્ષનો પહેલો તહેવાર તરીકે તેરા તહેવારને માનવામાં આવે છે. ડાંગના આદિવાસી લોકોના તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ સાગના પાંદડા તોડી શકે છે. આ સાગના પાંદડા ઘરકામમાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગના પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.