ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 75 ટકાથી વધુ મતદાન, 3 સ્થળોએ મતગણતરીમાં 156 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

28 ફેબ્રુઆરી 2021ના રોજ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમા સંપન્ન થઇ હતી. જેમાં અહીં સરેરાશ 75 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

3 સ્થળોએ મતગણતરીમાં 156 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

author img

By

Published : Mar 1, 2021, 7:48 PM IST

  • તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની મંગળવારે મતગણતરી
  • ડાંગ જિલ્લા પંચાયત માટે 75.24 ટકા મતદાન નોંધાયું
  • મતદાન બાદ જિલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ યોજાશે મતગણતરી

ડાંગ: ચૂંટણી દફતરે નોંધાયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતની 18 પૈકી 2 બેઠકો (આહવા-2, અને દગડીઆંબા) ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થતાં અહીં જિલ્લા પંચાયતની 16 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા 286 મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા 82,544 પુરુષ અને 81,640 સ્ત્રી મતદારો ઉપરાંત 2 અન્ય મતદારો મળી કુલ 1,64,186 મતદારો પૈકી 62,171 પુરુષ અને 61,359 સ્ત્રી મતદારો મળી કુલ 1,23,530 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા ડાંગ જિલ્લા પંચાયત માટે કુલ 75.24 ટકા મતદાન નોંધાયું હતું.

બરડાં જિલ્લા પંચાયતની બેઠક ઉપર સૌથી વધુ 83.97 ટકા મતદાન

ડાંગ જિલ્લા પંચાયતની 16 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન 3-બરડા બેઠક ઉપર 83.97 ટકા અને સૌથી ઓછું મતદાન 1- આહવા (1) બેઠક ઉપર 64.95 ટકા નોંધાયું છે. બૂથની વાત કરીંએ તો અહીં સૌથી વધુ મતદાન વાંકન બૂથ ઉપર 95.96 ટકા અને સૌથી ઓછું મતદાન ઘાણા બૂથ ઉપર 46.52 ટકા નોંધાયું છે.

આહવા તાલુકા પંચાયત માટે 74.98 ટકા

તાલુકા પંચાયતની વિગતો જોઈએ તો આહવા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા 137 મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા 38,516 પુરુષ અને 38,270 સ્ત્રી મતદારો મળી કુલ 76,786 મતદારો પૈકી 28,885 પુરુષ અને 28,691 સ્ત્રી મળી કુલ 57,576 મતદારોએ મતદાન કરતાં આહવા તાલુકા પંચાયત માટે 74.98 ટકા મતદાન નોંધાયું હતું. આહવા તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન 13 -પીમ્પરી બેઠક ઉપર 80.23 ટકા અને સૌથી ઓછું મતદાન 2-આહવા (2) બેઠક ઉપર 61.59 ટકા નોંધાયું છે. બૂથની વિગતો જોઈએ તો આહવા તાલુકાના બોરીગાવઠા બૂથ ઉપર સૌથી વધુ 92.81 ટકા અને સૌથી ઓછું મતદાન વાડ્યાવન બૂથ ઉપર 52.45 ટકા નોંધાયું છે.

વઘઈ તાલુકા પંચાયત માટે 81.31 ટકા મતદાન થયું

આહવા ઉપરાંત વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે પણ અહીં મતદાન યોજાયું હતું. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા 101 મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા 26,918 પુરુષ અને 27094 સ્ત્રી મતદારો મળી કુલ 54,012 મતદારો પૈકી 21,897 પુરુષ અને 22,018 સ્ત્રી મળી કુલ 43,915 મતદારોએ મતદાન કરતા વઘઈ તાલુકા પંચાયત માટે 81,31 ટકા મતદાન નોંધાયું છે. વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન 10-મોટા માલુંન્ગા બેઠક ઉપર 85.95 ટકા અને સૌથી ઓછું મતદાન 14-વઘઈ (1) બેઠક ઉપર 67.80 ટકા નોંધાયું છે. બૂથની વિગતો જોઈએ તો વઘઈ તાલુકાના વાંકન બૂથ ઉપર સૌથી વધુ 95.96 ટકા અને સૌથી ઓછું મતદાન ડોકપાતળ બૂથ ઉપર 53.55 ટકા નોંધાયું છે.

સુબિર તાલુકા પંચાયત માટે નોંધાયું 71.19 ટકા મતદાન

સુબીર તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી એક બેઠક (1-દહેર) ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થતાં અહીં 15 બેઠકો માટે મતદાન યોજાયું હતુ. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા 88 મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા 23,579 પુરુષ અને 22,906 સ્ત્રી મતદારો સહિત અન્ય 2 મતદારો મળી કુલ 46,487 મતદારો પૈકી 16,836 પુરુષ અને 16,259 સ્ત્રી મળી કુલ 33,095 મતદારોએ મતદાન કરતાં સુબીર તાલુકા પંચાયત માટે 71.19 ટકા મતદાન નોંધાયુ છે. સુબીર તાલુકા પંચાયતની 15 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન 10 -ખાંભલા બેઠક ઉપર 82.14 ટકા અને સૌથી ઓછું મતદાન 11-કિરલી બેઠક ઉપર 59.18 ટકા નોંધાયું છે. બૂથની વિગતો જોઈએ તો સુબીર તાલુકાના પીપલવાડા (પીપ્લાઈદેવી) બૂથ ઉપર સૌથી વધુ 95.79 ટકા અને સૌથી ઓછું મતદાન ઘાણા બૂથ ઉપર 53.86 ટકા નોંધાયું છે.

જિલ્લા/તાલુકા પંચાયતના કુલ 156 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના નૈતૃત્વમાં ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક માહોલમા સંપન્ન થયેલ મતદાન બાદ અહીં 3 સ્થળોએ (સરકારી વિજ્ઞાન કૉલેજ-આહવા, તાલુકા સેવા સદન-વઘઈ અને તાલુકા સેવા સદન-સુબીર) મત ગણતરી યોજાઈ રહી છે. પરિણામ બાદ EVMમાં સીલ થયેલા જિલ્લા પંચાયતની 18 પૈકીની 16 બેઠકો માટેના 42 ઉમેદવારો, આહવા તાલુકા પંચાયતની 16 બેઠકો માટેના 42, વઘઈ તાલુકાની 16 બેઠકો માટેના 35, અને સુબીર તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો માટેના 37 મળી કુલ 156 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.