ડાંગની લોકમાતા અંબિકા નદી ઉપર વધઇ પાસેના આંબાપાડા ગામની સીમમાં આવેલ અને ડાંગના નાયગ્રા ફોલ તરીકે ઓળખાતા ગીરાધોધ ખાતે ખાસ કરીને ચોમાસા દરમ્યાન ઉમટી પડતાં પ્રવાસીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવા સાથે તેમણે વધુ સુરક્ષા અને સલામતી મળી રહે તેવા કાર્યોનુ વનપ્રધાને તાજેતરમાં ખાત મુહુર્ત કર્યુ હતું.
ગીરાધોધની આસપાસના વિસ્તારના ૧૫૦ થી વધુ સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સામાજીક કાર્યકરો એવા સર્વશ્રી બાબુરાવ ચોર્યા,વિજયભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના કામોની જાણકારી આપતાં ઉત્તર ડાંગ જિલ્લાના નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ. પ્રવાસન વિભાગના રૂ. ૨ કરોડ નવા વ્યુ પોઇન્ટસ, વોચ ટાવર, ચિલ્ડ્રન પે એરીયા,પાર્કિગ સુવિધા સાથે સ્થાનિક ધંધાર્થીઓ માટેની દુકાનો પણ ઉપલબ્ધ કરાવાશે તેમ જણાવ્યું હતુ.
દરમ્યાન વનપ્રધાન ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોએ કિલાદ કેમ્પ સાઇટ તથા સાપુતારા સ્થિત વન ચેતના કેન્દ્રની પણ મુલાકાત લઇ ઉપયોગી સુચન કર્યા હતા. વનપ્રધાન ગણપતસિંહ વસાવાની આ મુલાકાત લેતા વલસાડના મુખ્ય વન સંરક્ષક એમ.એસ.પરમાર સહિત ઉત્તર અને દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નૈશ્વર વ્યાસ અને દિનેશ રબારી સહિત વન અધિકારીઓ ઉપસ્થિત રહી તેમની ભુમિકા અદા કરી હતી.