ETV Bharat / state

ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો, લોકોને તાપણું કરવાની ફરજ પડી

રાજ્યના હવામાન વિભાગની કોલ્ડ વેવની આગાહીના પગલે સતત એક અઠવાડિયાથી ડાંગ જિલ્લાના ગામડાઓમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તાર સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો, લોકોને તાપણું કરવાની ફરજ પડી
ડાંગમાં ઠંડીનો ચમકારો વધ્યો, લોકોને તાપણું કરવાની ફરજ પડી
author img

By

Published : Jan 29, 2021, 8:18 PM IST

  • ડાંગમાં એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો પગરવ યથાવત
  • હવામાન વિભાગે કોલ્ડ વેવની કરી હતી આગાહી
  • સાપુતારામાં છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી
  • ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 30એ પહોંચ્યું
  • ઠંડીથી બચવા લોકોને હવે તાપણા કરવાની ફરજ પડી
  • ડાંગમાં વારંવાર માવઠાનાં કારણે ભારે ઠંડીથી લોકો ધ્રુજ્યા

ડાંગઃ નવેમ્બર મહિનાથી માવઠુ પડતાં ડાંગી જનજીવને વારંવાર ઠંડી ધ્રુજાવી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો વધતા સમગ્ર વિસ્તારોનું વાતાવરણ ઠંડકમય બની ગયુ છે. સવારના સમયે સમગ્ર વાતાવરણમાં ધુમ્મસમય વાતાવરણ બની જાય છે. આ ઉપરાંત ઝિરો વિઝિબિલિટી જોવા મળે છે. રાજ્યના હવામાન વિભાગની કોલ્ડ વેવની આગાહીના પગલે સતત બે અઠવાડિયાથી ડાંગના ગામડાઓમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે.

ડાંગમાં કાતિલ ઠંડીની જનજીવન ઉપર અસર

ડાંગના ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઈ, બરડીપાડા, મહાલ, પીંપરી, આહવા, ગલકુંડ, ચીંચલી, સુબીર, પીપલદહાડ, ગારખડી સહિતનાં પંથકોમાં ડાંગી જનજીવન દ્વારા કડકડતી ઠંડીના પગલે સવારના અને સાંજના અરસામાં તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. અહીં, સાપુતારામાં છેલ્લા એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી પર સ્થિર થયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રી પહોંચ્યું હતું. કડકડતી કાતિલ ઠંડીના લીધે જનજીવન પર અસર વર્તાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.