- ડાંગના ગિરમાળના જંગલમાં મહિલાનો મૃતદેહ મળ્યો
- મહારાષ્ટ્રના દંપતી ભગતભુવા જવાનાં હેતુસર ડાંગ આવ્યાં હતા
- બન્ને દંપતી વચ્ચે અણબનાવ થતા મહિલાએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું
ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગિરમાળ નજીકનાં જંગલ વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પૂર્વે મહારાષ્ટના રહેવાસી વિર્યા ગાવીત અને તેની પત્ની શૈલાબેન ગાવીત ગિરમાળ ગામે ભગતભુવા પાસે ગયા હતા. આ બન્ને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પત્ની શૈલાબેન ગાવીત ગાડી ઉપરથી ઉતરી ગઈ હતી અને તેઓએ ગામનાં યુટર્નમાં આવેલા જંગલની ખીણમાં ઝાડ ઉપર પોતાની ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગેની જાણ પોલીસને થતા સુબિર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.