ડાંગઃ ડાંગ 173 વિધાનસભાના કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામું આપતાં જિલ્લાના રાજકારણમાં ઉથલ-પાથલ મચી છે, ત્યારે પેટા-ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે જિલ્લાના તમામ તાલુકામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં કયા ઉમેદવારને ટિકિટ આપવી, એ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લાના આહવા, વઘઈ અને સુબિર તાલુકામાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાન ગણપત વસાવાએ પાંડવા તથા શામગહાન વિસ્તારનાં ભાજપાનાં સ્થાનિક કાર્યકરોના મંતવ્ય માગ્યા હતા.