ETV Bharat / state

ડાંગમાં સીસમના લાકડાંની ચોરી કરનારા શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા - dang sesame wood robbery

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચિંચીનાગાંવઠા રેંજનાં કર્મીઓએ ગેરકાયદેસર સિસમનાં ચોરસા ભરેલી વાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ
ડાંગ
author img

By

Published : Apr 23, 2021, 9:17 PM IST

  • સીસમના ચોરસા ભરી જનાર વાનની ધરપકડ
  • ઝાવડાનાં જંગલ વિસ્તારમાં ઇમારતી લાકડાની તસ્કરી
  • કુલ 59,610નો મુદ્દામાલ કબ્જે કરાયો

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ વન વિભાગનાં હસ્તકની ચિંચીનાગાંવઠા રેંજમાં લાગુ ઝાવડાનાં જંગલ વિસ્તારમાં ઇમારતી લાકડાની તસ્કરી કરતા હોવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં DCF નિલેશભાઈ પંડ્યાને મળતા તેઓએ ચિંચીનાગાંવઠા રેંજનાં RFO ગણેશ ભોયે સહિત વનકર્મીઓની ટીમને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો:માંડવીના પુનડી ગામે બોકસાઈટ ખનીજની ચોરી પકડાઈ, 12 વિરુદ્ધ ફરિયાદ

બાતમીના આધારે વન વિભાગે લાકડાં ભરેલી વાન પકડી

ચિંચીનાગાંવઠા રેંજનાં વનકર્મીઓએ બાતમીનાં આધારે મળસ્કે ઝાવડા જંગલ વિસ્તારનાં માર્ગમાં સફેદ કલરની વાન ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ વાનનાં ડ્રાઈવરને ભણક લાગી જતા વાનને પૂરપાટવેગે હંકારી મૂકી અંધારામાં ઉભી રાખી નાસી છૂટ્યો હતો. અહી સ્થળ ઉપર ચિંચીનાગાંવઠા રેંજ કર્મીઓની ટીમે વાનની તલાશી લેતા પાસ પરમીટ વગરનાં 0.423 ઘનમીટરના 3 નંગ સિસમ, જેની કિંમત 29,610 તથા વાનની કિંમત 30,000 મળી કુલ 59,610નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ RFO જી.એસ.ભોયેએ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.