- જિલ્લાના ગામડાઓમાં છવાયું વાદળછાયું વાતાવરણ
- મતદાનનાં દિવસે વાતાવરણમાંમાં પલટો
- વાદળછાયું વાતાવરણ રહેતાં પંથકમાં ઠંડીની શીત પ્રસરી
ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે ઠંડીનું વાતાવરણ ઓસરતુ જઈ રહ્યુ છે ત્યારે રવિવારે જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઈ, પીંપરી, આહવા, ભેંસકાતરી, બરડીપાડા, મહાલ, સિંગાણા, સુબિર, પીપલાઈદેવી, પીપલદહાડ, લવચાલી, ચીંચલી, ગડત સહિતનાં પંથકોમાં બપોર સુધી અસહ્ય તડકાનાં ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
મતદાનના દિવસે ઋતુચક્રનાં વાતાવરણમાંમાં પલટો આવ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાનની સાથે કુદરતી ઋતુ ચક્રનાં વાતાવરણમાં પણ પલટો નોંધાતા જિલ્લાનાં સમગ્ર ગામડાઓમાં વિષમ વાતાવરણમાં ભાસી ઉઠ્યા હતા. જેમાં ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવા લાયક સ્થળોએ પણ વાતાવરણનાં પલટા બાદ આહલાદક દ્રશ્યો સર્જાતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.