ડાંગ : જિલ્લા સેવા સદન આહવા ખાતે સ્વાતંત્ર પર્વ ઉજવણી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે આ વર્ષે જિલ્લા કક્ષાની ઉજવણી આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, વઘઈ તાલુકાની ઉજવણી ચીન્ચીનાગાવઠા ખાતે, સુબીર તાલુકાની ઉજવણી જામન્યામાળ ખાતે કરવા સાથે નોટીફાઇડ વિસ્તાર સાપુતારા અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સાદગીપૂર્ણ રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવાની રહેશે તેમ જણાવ્યું હતું.
ડાંગમાં સાદગીપૂર્ણ રીતે 15મી ઑગસ્ટના પર્વની ઉજવણી કરાશે - dang collector
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આગામી 15મી ઓગસ્ટના પર્વની ડાંગ જિલ્લામાં સાદગીપૂર્ણ રીતે ઉજવણી ખૂબજ સાવચેતીથી કરવામાં આવશે. આ સાથે જ સલામતી, સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજિયાત પણે ઉપયોગ કરવાનો રહેશે તે સંબંધિત અધિકારીઓને કલેકટરે જણાવ્યું હતું.
ડાંગ: જિલ્લામાં કોરોના માટેના સાવચેતીના પગલા સાથે સાદગીપૂર્ણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે
ડાંગ : જિલ્લા સેવા સદન આહવા ખાતે સ્વાતંત્ર પર્વ ઉજવણી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે આ વર્ષે જિલ્લા કક્ષાની ઉજવણી આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, વઘઈ તાલુકાની ઉજવણી ચીન્ચીનાગાવઠા ખાતે, સુબીર તાલુકાની ઉજવણી જામન્યામાળ ખાતે કરવા સાથે નોટીફાઇડ વિસ્તાર સાપુતારા અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સાદગીપૂર્ણ રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવાની રહેશે તેમ જણાવ્યું હતું.
Last Updated : Jul 30, 2020, 8:03 PM IST