ETV Bharat / state

ડાંગના દક્ષિણ ઝોન વિભાગના બોડારમાળ ગામના જંગલમાં આગ લાગી - દક્ષિણ ઝોન વન વિભાગ

ડાંગઃ દક્ષિણ ઝોન વિસ્તારના શામગહાન રેન્જમાં સમાવિષ્ટ બોડારમાળ ગામનાં જંગલમાં આગ લાગી હતી. બપોર દરમિયાન લાગેલી આગ પવનના લીધે પાસેના ડુંગરના 300 મીટરના વિસ્તારમાં પ્રસરી હતી. આગ લાગ્યાના કલાકો બાદ પણ વનકર્મીઓએ આગ ઓલાવા માટે કોઈ  પગલા લીધા ન હતા.

fire intended in dang
દક્ષિણ ઝોન વિભાગના બોડારમાળ ગામના જંગલમાં આગ લાગી
author img

By

Published : Jan 1, 2020, 7:30 PM IST

દક્ષિણ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ શામગહાન રેંજના બોડારમાળ ગામના જંગલમાં ભરબપોરે આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ જોતજોતામાં ચોતરફ પ્રસરી ગઈ હતી. ડુંગરની એક તરફ મહારાષ્ટ્ર બોર્ડર આવેલી છે, જ્યારે બીજી તરફ ગુજરાત બોર્ડર છે.

દક્ષિણ ઝોન વિભાગના બોડારમાળ ગામના જંગલમાં આગ લાગી

મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં આવનારા લોકો જંગલમાંથી લાકડા લેવા માટે આવે છે. બપોરના લગભગ 12 વાગ્યાના અરસામાં આગ લાગી હતી, જે દરમિયાન આકાશમાં ધુમાડો પ્રસરાઈ ગયો હતો. જંગલમાં કાયમી રીતે વિચરતા હોય એવા લોકો અથવા કોઈક અસંતુષ્ટ તત્વએ આગ લગાડી હોવાનું અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે.

fire intended in dang
દક્ષિણ ઝોન વિભાગના બોડારમાળ ગામના જંગલમાં આગ લાગી

જંગલમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ આગાઉ પણ ઘણી વખત અસંતુષ્ટ તત્વોએ જંગલને આગ લગાડી છે. જંગલમાં લાગેલી આગના કારણે જંગલના વન્યપ્રાણીઓ ભોગ બનતાં હોય છે.

ચોમાસામાં લીલાછમ દેખાતાં જંગલ હવે વેરાન દેખાવા લાગ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડર પરથી મોટી સંખ્યામાં લોકો ડાંગના જંગલ વિસ્તારમાં લાકડા કાપવા માટે આવે છે. મોટા પાયે લાકડા કાપીને લઈ જતાં હોય છે. તેમ છતા પણ દક્ષિણ ઝોન વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા નથી. છેલ્લા ઘણા સમયથી જંગલમાં આગ લાગવાની ઘટના અને જંગલમાંથી લાકડાની તસ્કકરીના બનાવો વધી રહ્યા છે. આવી ઘટના બનવાથી દક્ષિણ શામગહાન વિભાગના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો જેવા અભિયાન ફક્ત નામ માટે થતાં હોય છે. જંગલની જાળવણી વનવિભાગ વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી. મહારાષ્ટ્રથી આવનાર લોકો મોટા પાયે કિંમતી સાગના લાકડાની તરસ્કરી કરે છે. આડેધડ જંગલ કાપતાં હોય છે, જ્યારે તેની સામે વન વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. જંગલમાં આગ લગાડનારા સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે. આગ લાગ્યાના કલાકો બાદ પણ આગ પર કાબુ મેળવવા માટે કોઈ વન વિભાગના કર્મચારી દેખાયા ન હતા. સદનસીબે ગામથી દૂર જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાથી કારણે કોઈ પશુ કે માણસને ઈજા થઈ ન હતી.

Intro:ડાંગ જિલ્લાના દક્ષિણ ઝોન વિસ્તારના શામગહાન રેન્જમાં સમાવિષ્ટ બોડારમાળ ગામનાં જંગલમાં કોઈક અસંતુષ્ટ તત્વોએ જંગલને આગ લગાવતાં ભરબપોરે તાપની સાથે પવન પણ ફૂંકાતા આગ ચારેબાજુ ડુંગરના 300 મીટરના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. આગ લાગ્યાના કલાકો બાદ પણ આગ ઓલાવા માટે કોઈ વનકર્મી નજરે ચડ્યાં નહિં.

Body:દક્ષિણ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ શામગહાન રેંજના બોડારમાળ ગામના જંગલમાં ભરબપોરે આગ લાગવાની સાથે ભારે પવન ફૂંકાતાં આગ જોતજોતામાં ચારેતરફ પ્રસરી ગઈ હતી. ડુંગરની એક તરફ મહારાષ્ટ્ર બોર્ડર આવેલ છે જ્યારે બીજી તરફ ગુજરાત બોર્ડર. મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં આવનારા લોકો જંગલના લાકડાં લેવા માટે આવે છે. બપોરના લગભગ 12 વાગ્યાના અરસામાં આગ લાગતાં આકાશમાં ધુમાડાના ગોટા ઉઠી રહ્યાં હતાં. સાથે શિયાળાની ઠડીના પવન ફૂંકાતાં આગે વધારે જોર પકડ્યું હતું. જંગલમાં કાયમ માટે ફરતાં હોય એવા લોકો અથવા કોઈક અસંતુષ્ટ તત્વોએ આગ લગાડી હોવાનું અનુમાન ગ્રામજનો લગાવી રહ્યાં છે.

જંગલમાં આગ લાગવાની આ પહેલી ઘટનાં નથી આ આગાઉ પણ ગણી વખત અસંતુષ્ટ તત્વોએ જંગલને આગ લગાડી છે. જંગલમાં લાગેલ આગના કારણે જંગલનાં વન્યપ્રાણીઓ ભોગ બનતાં હોય છે. ચોમાસામાં લીલાછમ દેખાતાં જંગલ હવે સાવ ખાલીખમ દેખાવા લાગ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડર પરથી મોટી સંખ્યામાં લોકો ડાંગ ના જંગલ વિસ્તારમાં લાકડાં કાપવા માટે આવે છે અને મોટા પાયે લાકડાંને કાપીને લઈ જતાં હોય છે. છતાં પણ દક્ષિણ ઝોન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. છેલ્લા ઘણાં વર્ષોથી જંગલ ને આગ લાગવાની ઘટના અને જંગલમાંથી લાકડાં તસ્કકરી કરવાના બનાવો સાથે દક્ષિણ શામગહાન વિભાગ ના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે વૃક્ષો વાવો, અને વૃક્ષો બચાવો અભિયાન ફક્ત નામ માટે થતાં હોય છે. સાચી રીતના જંગલ ની જાળવણી વનવિભાગ દ્વારા થઈ શકતી નથી. મહારાષ્ટ્ર થી આવનાર લોકો મોટા પાયે કિંમતી સાગનું લાકડું લઇ જતાં હોય છે આડેધડ જંગલ કાપતાં હોય છે જ્યારે તેની સામે વનવિભાગ ઘોર નિદ્રામાં જણાય આવે છે. અને આ સાથે જ જંગલમાં આગ લગાડનારા સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આગ લાગ્યાના કલાકો બાદ પણ આગ ઓલાવા માટે કોઈ વનકર્મી દેખાયા હતાં નહિ. સદનસીબે ગામથી દૂર જંગલ વિસ્તારમાં આગ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.