ડાંગ: ગત ગુરૂવારે 181-અભયમ ટીમ દ્વારા આહવાના "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે એક અજાણી મહિલાને લાવવામાં આવી હતી. ધૂડા ગામેથી રઝળતી હાલતમાં મળી આવેલી આ મહિલાને "સખી" દ્વારા ખુબ જ સંવેદનશીલતા સાથે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
માથાના ભાગે ઈજા સાથે "સખી"માં લવાયેલી આ મહિલાને સારવાર બાદ સ્વસ્થ થતા તેની ભાળ મેળવવા માટે તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. જ્યાં તે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના બડવા જિલ્લાના મોયદા ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફરજ પરના મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તરત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરીને આ મહિલાના નામ-ઠામ સાથે તેના પરિવારની ભાળ મેળવવામાં આવી હતી.
મહિલાના પરિવારને આ માહિતી મળતા તેઓ ગત શનિવારે આ મહિલાને લેવા માટે "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાને સલામત હાલતમાં જોઇને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.
મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે છેલ્લા એકાદ મહિનાથી ઘરમાં કોઈને પણ જાણ કર્યા વિના આ મહિલા ક્યાંક નીકળી ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ આ મહિલા મળી ન આવતા. તેવામાં "સખી" દ્વારા તેમનો સંપર્ક સાધતા તેઓ આહવા ખાતે આવી પહોંચ્યા હતા. જેમણે "સખી" તથા જિલ્લા વહીવટીતંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા "સખી વન સ્ટોપ સેન્ટર" દરેક જિલ્લામાં કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પણ જૂની નર્સિંગ હોસ્ટેલ, સિવિલ હોસ્પિટલ સામે આ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ઘર, સમાજ કે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જુદા જુદા પ્રકારની હિંસા સામે તેમને તમામ પ્રકારની સહાય આપવાનો છે. અહીં પીડિત મહિલાઓને પોલીસ સહાય સાથે કાયદાકીય સહાય, સામાજિક પરામર્શ, તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા દહેજ પ્રતિબંધક અધિકારી આ સેન્ટરના નોડલ અધિકારી તરીકે કાર્યભાર સંભાળે છે.
આહવાના "સખી વન સ્ટોપ સેન્ટર"નો સંવેદનશીલ અભિગમ, રઝળતી મહિલાનું પરિવાર સાથે થયું પુન:મિલન - sakhi one stop center at aahava
ડાંગ જિલ્લાના ધૂડા ગામેથી રઝળતી હાલતમાં મળી આવેલી એક અજાણી મહિલાને 181-અભયમ ટીમ દ્વારા "સખી વન સ્ટોપ સેન્ટર" ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તેને તબીબી સારવાર પૂરી પાડવાની સાથે જ પરિવાર સાથે પુન:મિલન પણ કરાવવામાં આવ્યું છે.