ETV Bharat / state

ડાંગ એક્સપ્રેસની ફરી એક સિદ્ધી, ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો

ડાંગઃ ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ફરી એક વાર વિદેશી ધરતી પર છવાઈ ગઈ છે. સરિતા ગાયકવાડે પોલેન્ડની નેશનલ લેવલની એથલેટિક્સ સ્પર્ધામાં 400 મીટર દોડમાં ભાગ લીધો હતો. સરિતાએ આ દોડ ફક્ત 52.77 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

ડાંગ એક્સપ્રેસની ફરી એક સિદ્ધી, ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો
author img

By

Published : Jul 9, 2019, 2:46 PM IST

Updated : Jul 9, 2019, 3:16 PM IST

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ શિખરતાની સીડીઓ ચડતી જ જાય છે. સરિતાએ હાલમાં જ પોલેન્ડ ખાતે રમાયેલી યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો.જેમાં 400 મીટર મહિલા દોડમાં અન્ય 14 પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો. ત્યારબાદ તરત જ પોલેન્ડની નેશનલ Kutno Athletics Meetમાં ફરી વખત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી દેશ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ સમાચારથી દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.

સરિતા ગાયકવાડે દેશ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યુ, પોલેન્ડ એથ્લેટીક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ડાંગ જિલ્લાના લોકો સરિતાનું ઉમળકાભેર સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે. ગરીબ પરિવારમાં ઉછેરેલ સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે, જેના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવજોવા મળે છે. સરિતાના કાચા ઘરમાં મેડલોનો ભરમાર છે. એક મુલાકાત દરમ્યાન સરિતાના માતા-પિતાએ જણાવ્યું હતું કે સરિતા પાછી આવીને ઘરનો પાયો નાખશે.

fded

Intro:ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ફરી એક વાર વિદેશી ધરતી પર છવાઈ ગઈ છે .સરિતા ગાયકવાડે પોલેન્ડની નેશનલ લેવલની Kutno Athletics Meet માં 400 મીટર દોડમાં ભાગ લીધો હતો. સરિતાએ આ દોડ ફક્ત 52.77 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. થોડા દિવસ અગાઉ યુરોપમાં રમાઈ રહેલ પોઝનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ પોલેન્ડ એથ્લેટીક્સ રમતમાં 400મી દોડમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ' સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' આ કહેવત અહીં બિલકુલ અહીં સાચી પડે છે. પોતાનું લક્ષ નક્કી કરીને તે લક્ષ તરફ આગળ વધવું, સરિતાની આ ખાસિયત રહી છે. ગોલ્ડ જીતવાની સાથે સરિતાએ દેશનું નામ ઉંચુ કર્યું છે.
Body:
એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ભારત નું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ શિખરતાની સીડીઓ ચડતી જ જાય છે. સરિતા હાલમાં જ પોલેન્ડ ખાતે રમાઈ રહેલ યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો જેમાં 400 મીટર મહિલા દોડ માં અન્ય 14 પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો, ત્યાર બાદ તરતજ પોલેન્ડની નેશનલ Kutno Athletics Meet માં ફરી વખત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે, દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.

2018 માં જકાર્તા ખાતે રમાયેલ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી
વિદેશની ધરતી ઉપર ભારતનું ( દેશનું )ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર પોલેન્ડમાં રમાઈ રહેલ યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો જેમાં 400 મીટર મહિલા દોડ માં અન્ય 14 પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો, મહત્વની વાત છે પોલેન્ડમાં રમાઈ રહેલ Kutno Athletics Meet જે નેશનલ લેવલની રમત છે. આ એથ્લેટીક્સ રમતમાં 400મી દોડમાં ભાગ લઈને સરિતાએ ફક્ત 52.77મી દોડ પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
Conclusion:ડાંગ જિલ્લાની દીકરીએ ફરિ એકવાર આદિવાસી સમાજ અને પોતાના વિસ્તારનું નામ રોશન કર્યું છે ત્યારે ફરિ એકવાર સરિતાનું ઉમળકાભેર સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે. ગરીબ પરિવારમાં ઉછેરેલ સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે, જેના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવ
જોવા મળે છે, કાચું ઘર અને ઘરમાં મેડલોનો ભરમાર. એક મુલાકાત દરમ્યાન સરિતાના માતા-પિતાએ જણાવ્યું હતું કે સરિતા પાછી આવીને ઘરનો પાયો નાખશે
Last Updated : Jul 9, 2019, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.