સર્પગંગા તળાવ અને તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરનું અનોખું જોડાણ છે. કહેવાય છે કે, આજથી 50 વર્ષ પહેલા એક બાબાના સપનામાં સર્પગંગા તળાવમાં સ્વયંભૂ શિવલિંગના દર્શન થયા હતા. શિવજી પરની આસ્થા સાથે તેમણે તળાવમાં ખોદકામ કરાવ્યું અને તળાવમાંથી સ્વંયંભુ શિવલિંગ મળી આવ્યું. તળાવ નજીક ઝાડ પાસે સ્વંયંભુ શિવલિંગની સ્થાપના કરવામાં આવી. આ મંદિરમાં નાગદેવતાં સાથે શિવલિંગ પર સફેદ દોરા જેવી પટ્ટી પણ જોવા મળે છે. નાગેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની અખૂટ શ્રદ્ધા રહેલી છે.
સાપુતારા નાગેશ્વર મહાદેવ મંદિરમાં મોરારી બાપુ, રમેશ ઓઝાએ પણ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. અહીં શિવરાત્રીની મોટા ઉત્સવ સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દર સોમવારે ભોલેનાથના શિવલિંગને બીલીપત્ર સાથે રુદ્રા અભિષેક કરવામાં આવે છે. નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભાવિક ભક્તો દૂર-દૂરથી દર્શનાર્થે આવે છે.