ETV Bharat / state

ડાંગમાં 14 વર્ષની વયે કિશોર અને કિશોરી બન્યાં માં-બાપ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો - ગુજરાત ક્રાઈમ ન્યૂઝ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામમાં 14 વર્ષના કિશોર-કિશોરીને પ્રેમ થયા બાદ બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતાં. જેમાં કિશોરીએ બાળકને જન્મ આપતાં સાપુતારા પોલીસે કિશોર સામે પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડાંગમાં 14 વર્ષની વયે કિશોર અને કિશોરી માં-બાપ બન્યાં, પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો

author img

By

Published : Feb 19, 2021, 2:39 PM IST

  • 14 વર્ષના કિશોર અને કિશોરી વચ્ચે પ્રેમ થયો
  • શારીરિક સંબંધ બંધાયા બાદ કિશોરીએ બાળકને જન્મ આપ્યો
  • સાપુતારા પોલીસ મથકે પોસ્કોનો ગુનો નોંધાયો

ડાંગ : જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં 14 વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય જગ્યાએ સ્થળાંતર થયાં હતાં. જ્યાં આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ બંન્ન વચ્ચે શારીરિક સંબધ પણ બંધાયો હતો. જેના સ્વરૂપે કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવની જાણ સાપુતારા પોલીસને થતાં ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સમગ્ર ઘટનાનું સત્ય સામે આવતાં 14 વર્ષીય કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાપુતારા પોલીસ મથકના PSI એમ. એલ. ડામોરે જણાવ્યું હતું કે, શેરડીના કામમાં મજૂરી કરવા ગયેલા કિશોર અને કિશોરી વચ્ચે પ્રેમમાં પડ્યાં હતાં. આ બન્ને વચ્ચે શારીરિક સંબધથી કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાનાની જાણ પોલીસને થતાં તપાસ કરવામાં આવી હતી. જે બાદ ડાંગ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

14 વર્ષની ઉમરે કિશોર અને કિશોરી પ્રેમ સંબધમાં માતા-પિતા બની ગયાં, પરંતુ આ બન્ને કિશોર અને કિશોરીઓ કાયદાની ચૂંગલમાં ફસાઈ ગયાં છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.