ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આવશે. જેથી મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂપિયા 2.50ની વધારાની રાહત અપાશે. જે કોરોના કાળમાં સિરામીક ઊદ્યોગને મોટી રાહત તરીકે ગણવામાં આવશે.
અગાઉ કોરોના કાળ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ SCM રૂપિયા 2ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂપિયા 2.50ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પિટી કરી શકશે અને એક્સપોર્ટ વધારી શકશે. આ ઉપરાંત વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને ફોરેન એક્સપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકાશે.