આ પોર્ટલના માધ્યમ થકી અનુસુચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ મળતી સહાય પોતાના બેન્ક ખાતામાં મેળવી શકે છે. ઓનલાઇન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે-સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે.
ખેડૂત અરજી કરતી વખતે 7-12 અને 8-અ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર તેમજ બેન્કની પાસબુકની વિગત સાથે રાખવી જરૂરી છે. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવવાની હોય છે. ત્યારબાદ અંગુઠો અથવા સહી કરી જરૂરી કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારીને પહોંચાડવાની રહેશે. જેની જિલ્લાના ખેડૂત મિત્રોને વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા સમયમર્યાદામાં અરજી કરી સંબધિત કચેરીને પહોંચતી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ડાંગે જણાવ્યું છે.