ETV Bharat / state

ડાંગના આહવામાં 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ - આહવા સિવિલ હોસ્પિટલ

ડાંગ જિલ્લાની 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા પર એક 23 વર્ષીય યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. આ મામલે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગના આહવામાં 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ

author img

By

Published : Dec 2, 2020, 10:47 PM IST

Updated : Dec 2, 2020, 11:32 PM IST

  • બસ ડેપોથી 23 વર્ષીય યુવક મહિલાને ફોસલાવીને એકાંતમાં લઈ ગયો
  • યુવક મહિલા પર દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો
  • સમગ્ર ઘટનાં અંગે મહિલાના ભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ

ડાંગઃ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવાના એક ગામની અસ્થિર મગજની મહિલાને માતા સારવાર માટે તારીખ 01-12-2020નાં રોજ આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બાદમાં આ અસ્થિર મગજની મહિલા અને માતા આહવા એસ.ટી ડેપો ખાતે ગયા હતા. જ્યાં માતા આ અસ્થિર મગજની દીકરીને એસ.ટી ડેપોનાં બાંકડા પર બેસાડી બસ કેટલા વાગે આવશેનું પૂછવા માટે પૂછપરછ બારીએ ગયા હતા. તે અરસામાં ગાઢવી ગામનો 23 વર્ષીય યુવક આ 37 વર્ષીય અસ્થિર મગજની મહિલાને દુષ્કર્મનાં ઈરાદે ફોસલાવી લાલચ આપી ચાલતા ચાલતા સનસેટ પોઈન્ટ વિસ્તારમાં આવેલા અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહી આહવાનાં સનસેટ પોઇન્ટ નજીક અવાવરૂ જગ્યાએ આ 37 વર્ષીય અસ્થિર મગજની મહિલા સાથે 23 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરી નાસી છૂટતા ચકચાર મચી હતી.

દુષ્કર્મ આચરનારા યુવક વિરૂદ્ધ આહવા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ

આ ઘટનાની જાણ મહિલાના પરિવારજનોને થતા આ ભોગ બનનારી મહિલાનાં ભાઈએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આહવા પોલીસ મથકનાં PSI પી. એમ. જુડાલે આરોપી યુવકની ધરપકડ કરી દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 2, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.