ETV Bharat / state

ડાંગમાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી - ડાંગમાં વરસાદની અસર

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ક્યાંક ઝરમરીયો તો, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જે બાદ શનિવારે સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ આહલાદક બની ગયું હતુ. જેના પગલે ઉનાળાની ઋતુમાં ગરમીથી ત્રાસી ગયેલ લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદ બાદ ઠેરઠેર રમણીય દ્રશ્યો સર્જાયા

author img

By

Published : Jun 6, 2020, 6:47 PM IST

ડાંગ: ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા નિસર્ગ વાવાઝોડાની અસરનાં કારણે ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસ સુધી ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વૃક્ષો પડી જવાની અને ભેખડો ધસી પડવાની વિગતો સામે આવી હતી. જો કે, જનજીવનને કોઇ અસર પહોંચી ન હતી.

ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદ બાદ ઠેરઠેર રમણીય દ્રશ્યો સર્જાયા
ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદ બાદ ઠેરઠેર રમણીય દ્રશ્યો સર્જાયા

વરસાદ વરસી ગયા બાદ ડાંગ જિલ્લાનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. સાથે જ હવામાં ઠંડક પ્રસરતા કુદરતનું સૌંદર્ય ચારેબાજુ ખીલી ઉઠ્યું હતું. આ નયનરમ્ય દ્રશ્યો જોઇ લોકો આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા. રાજ્યનું એકમાત્ર ગીરીમથક સાપુતારા કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે. ત્યારે અહી ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે લોકડાઉનનાં કારણે હોટલ રેસ્ટોરંટ અને જાહેર સ્થળો બંધ રહેતા પ્રવાસી વગર અહીનાં ચારે તરફનાં સ્થળો શાંત જોવા મળી રહ્યા છે. સાથે જ આ શાંતિમય વાતાવરણમાં કુદરતી પર્યાવરણનાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ગીરીમથક સાપુતારા સહીત ડોન હિલ સ્ટેશન વિસ્તારમાં સવારનાં પહોરમાં સૂર્યોદયનાં દ્રશ્યો તેમજ ધૂમમ્સ વાતાવરણની સફેદ ચાદરનાં મનમોહક દ્રશ્યો નજરને થંભાવી દે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.