ETV Bharat / state

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ - આહવા તાલુકા

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બપોરથી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે વાદળોના ગડગડાટ તેમજ પવન સાથેનો વરસાદ વરસી પડતાં આહવામાં ઠેરઠેર પાણી ભરાયા હતાં.બપોરે અચાનક વરસી પડેલા વરસાદના કારણે ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની કબડી સ્પર્ધા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ
author img

By

Published : Sep 25, 2019, 11:04 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ચાલું થયેલા વરસાદને કારણે આહવામાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા જોવા મળ્યા હતાં. ગિરિમથક સાપુતારામાં સાંજના સમયે વીજળી સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ડાંગમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે કાલીબેલ વિસ્તારમાં એક વ્યક્તી નદીમાં તણાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પવન સાથે ધોધમાર વરસાદ

ડાંગ જિલ્લા માહિતી વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 4 દિવસમાં એટલે કે 26, 27, 28, 29 સપ્ટેમ્બર 2019માં ભારે વરસાદની આગાહી હોવાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે, ત્યારે જિલ્લાના કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવા સુચનો અપાયા હતાં.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં થડક છવાઈ ગઇ હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર છેલ્લા 14 કલાક દરમિયાન આહવામાં 101 mm, વઘઇમાં 34 mm, સુબિરમાં 24 mm, જ્યારે સાપુતારામાં 18 mm, વરસાદ નોંધાયો હતો.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં આજે બપોરથી ધોધમાર સ્વરૂપે નો વરસાદ ચાલું છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે વાદળોના ગડગડાટ તેમજ ભારે પવન સાથેનો વરસાદ વરસી પડતાં આહવામાં ઠેરઠેર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. બપોરે અચાનક વરસી પડેલાં ને કારણે ખેલમહાકુંભ ની જિલ્લા કક્ષાની કબડી સ્પર્ધા થોડાક સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

Body:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તાલુકામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે ધોધમાર સ્વરૂપે નો વરસાદ ચાલું થઈ ગયો હતો. વીજળીના કડાકાભડાકા અને ભારે પવનના સાથે ચાલું થયેલ વરસાદને કારણે આહવામાં સર્વત્ર પાણી ની રેલમછેલ થઈ જવા પામી હતી. ગિરિમથક સાપુતારામાં સાંજના સમયે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો હતો. ડાંગમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે કાલીબેલ વિસ્તારમાં એક માણસ નદીમાં તણાઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.

ડાંગ જિલ્લા માહિતી વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસમાં (26-27-28-29/09/2019) ભારે વરસાદની આગાહી હોવાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવેલ છે. જેથી જિલ્લા ના તમામ અધિકારીશ્રીઓ તથા લાઇન ડિપાર્ટમેન્ટ ફરજિયાત હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવું અને તાબાના કર્મચારીઓ ને જરૂરી સૂચના આપવી માન. કલેક્ટર સાહેબ ની સૂચના મુજબ.

Conclusion:ભારે વરસાદ ને કારણે વાતાવરણમાં થડક છવાઈ ગઇ હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં ધુમમ્સમય વાતાવરણ બની ગયું હતું. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 14 કલાક દરમિયાન આહવામાં 101 mm, વઘઇમાં 34 mm, સુબિરમાં 24 mm, જ્યારે સાપુતારામાં 18 mm, વરસાદ નોંધાયો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.