ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, સાપુતારામાં આહલાદક વાતાવરણ

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારના ગામડાઓમાં મંગળવાર બાદ બુધવારે પણ વરસાદ વરસ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી. જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, લિંગા, આહવા, વઘઇ સહીત સરહદીય પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
author img

By

Published : Jun 2, 2021, 6:26 PM IST

  • ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
  • બુધવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
  • સાપુતારામાં આહલાદક વાતાવરણ બન્યું

ડાંગઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો છે. જિલ્લાનાં ગામડાઓમાં મંગળવારે તેમજ બુધવારે બે દિવસથી બપોર સુધી અસહ્ય ગરમીનો ઉકળાટ બાદ સાંજનાં અરસામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકનું વાતાવરણ બેવડાયુ છે.

વરસાદના પગલે જાહેર માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, લિંગા, આહવા, વઘઇ સહીત સરહદીય પંથકના ગામડાઓમાં બુધવારે બપોર બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી સર્વત્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બીજા દિવસે પડેલા વરસાદના પગલે જાહેર માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ

આ પણ વાંચોઃ ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા

પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે વરસ્યો વરસાદ

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાના પ્રારંભની સાથે જ વરસાદી માહોલે દસ્તક દેતા વાતાવરણ દ્વિભાસી પ્રતીત થયું છે. પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા અહીના સમગ્ર જોવા લાયક સ્થળો ખુશનુમામય બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.