ETV Bharat / state

ગીરીમથક સાપુતારાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ - સાપુતારાના વાતાવરણમાં પલટો

ડાંગના ગીરીમથક સાપુતારામાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો હતો. જેને લઇને ખેડૂતોને ભારે નુકસાની ઉઠાવાનો વારો આવ્યો છે. ડુંગળી જેવા પાકને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

saputara
saputara
author img

By

Published : May 15, 2020, 9:31 PM IST

ડાંગ: જિલ્લાના ગીરીમથક સાપુતારામાં આજે સાંજના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવવવાના કારણે વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. આ સાથે વાદળ ગર્જનાઓ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી. થોડા સમય બાદ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસોથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. બે દિવસ પહેલા અહીં સરહદીય ગામડાઓમાં ભારે વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદ અને વાવાઝોડું ફુકાવાને કારણે આદિવાસી ખેડૂતોના મકાનના છાપરા ઉડ્યા હતા. જેના કારણે તેઓને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો હતો.

આજ રોજ સાંજના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ગર્જયા હતાં. જેમાં કારણે સાપુતારાના તળેટીય વિસ્તારના ગામડાઓમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે સાંજના લગભગ 6:20 સમયમાં અરસામાં સાપુતારા સહીત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

છેલ્લા થોડાક સમયથી ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ઉઠાવાનો વારો આવ્યો છે. ડુંગળી જેવા પાકને લઇ ખેડૂતો ચિંતાતુર જણાઇ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.