ETV Bharat / state

ડાંગ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે અખબારી યાદી

ડાંગ જિલ્લામાં ફળદ્રુપ જમીન અને ચોમાસામાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેવાને કારણે ખેડૂતો શેરડીના પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શેરડીના પાક માટે વિવિધ યોજનાઓ બહાર પાડી ખેડૂતોને સહાય અને માર્ગદર્શન પૂરુ પાડે છે. ત્યારે ડાંગ જિલ્લામાં શેરડીનુું વાવેતર કરતા ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદી જાહેર કરી છે.

શેરડી પકવતા ખેડૂતો
શેરડી પકવતા ખેડૂતો
author img

By

Published : Aug 31, 2020, 7:37 PM IST

ડાંગઃ ડાંગ જિલ્લામાં શેરડીનુું વાવેતર કરતા ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદી જાહેર કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ અખબારી યાદી મુજબ, રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો શેરડીના પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે, તેવા હેતુથી રાજ્ય સરકારે તાઃ 31/12/2020 આઈ.ખેડૂત પોર્ટલ(ikhedut portal) ખુલ્લું મુક્યું છે. આ પોર્ટલના માધ્યમથી ડાંગ જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન માટેની સહાય મેળવી શકે છે.

આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે. લાભાર્થી ખેડૂતોએ અરજી કરતી વખતે 7/12 અને 8/A, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ બેન્ક પાસબુકની વિગતો વગેરે સાથે રાખવું જરૂરી છે.

આઈ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, સહી/અન્ગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવાના રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂત મિત્રોને આ સહાય યોજનાઓ બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શેરડીના ટીસ્યુકલ્ચર બીયારણમાં સહાય

શેરડીના ટીસ્યુકલ્ચર બીયારણથી બીજ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સુગરકેન સીડ વિલેજ યોજનાનો રાજ્યની સહકારી સુગર ફેકટરી દ્વારા તેમના સભાસદ ખેડૂતો માટે ટીસ્યું કલ્ચરના F (ટીસ્યું પ્લાન્ટ) માટે હેકટરદીઠ રૂપિયા 49,326 અને ખેતી ખર્ચમાં 20 ટકા મુજબ હેકટરદીઠ રૂપિયા 18,700 સહાય તથા F-1 (ટીસ્યું પ્લાન્ટનું બીજા વર્ષના છોડ) માટે માટે હેકટરદીઠ રૂપિયા 23,826 અને ખેતી ખર્ચમાં 20 ટકા મુજબ હેકટરદીઠ રૂપિયા 16,400ની સહાય આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.