ETV Bharat / state

ડાંગ વહીવટી તંત્ર દ્વારા મંગળવારની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ - ડાંગ વિધાનસભા બેઠક

ડાંગ જિલ્લાની 173 વિધાનસભા બેઠક માટે મંગળવારના રોજ મતગણતરી થશે. જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાંગ જિલ્લા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરના રોજ મતદાન થયુ હતું.

ડાંગ વહીવટી તંત્ર દ્વારા મંગળવારના રોજની મતગણતરી તૈયારીઓ
ડાંગ વહીવટી તંત્ર દ્વારા મંગળવારની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ
author img

By

Published : Nov 9, 2020, 10:26 PM IST

  • ડાંગના 311 ગામડાઓમાં કુલ 357 બુથ ઉપર મતદાન થયુ હતું
  • પોસ્ટલ બેલેટથી 1071 મત અને 357 બૂથ ઉપર કુલ 75.01% મતદાન થયું હતું
  • મંગળવારના રોજ ગણતરી યોજવામાં આવશે

ડાંગઃ 173 ડાંગ વિધાનસભા માટે મંગવારના રોજ મતગણતરી થશે. મતગણતરીની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી વાણિજ્ય કોલેજ માં મત ગણતરી થશે.

ડાંગ વહીવટી તંત્ર દ્વારા મંગળવારની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ

તંત્ર દ્વારા તમામ સુરક્ષાઓ કરવામાં આવી

ડાંગ 173 વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી માટે 200 જેટલા કર્મચારીઓની તેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને લઇને પણ વહીવટીતંત્ર દ્વારા ત્રણ લેયર પ્રોટેક્શનમાં બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં 357 મતદાન મથકો પર મતદાન થયુ છે અને ગણતરી માટે 11 જેટલા ટેબલો ગોઠવવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારના એજન્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીના સ્થળ પર કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને ઇવીએમ મશીનની સંપૂર્ણ જાળવણી થાય એ માટે પોલીસ અને સીઆરપીએફના 300 જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે

મંગળવારે સવારે 8 વાગ્યાથી ડાંગ જિલ્લામાં મતગણતરી શરૂ થશે જેની તમામ તૈયારીઓ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.