ETV Bharat / state

ડાંગમાં સુબિર આરોગ્ય કેન્દ્રની બેદરકારીના કારણે સગર્ભા મહિલાનું મોત - સિવિલ હોસ્પિટલ

ડાંગ જિલ્લામાં 20 વર્ષીય સગર્ભા મહિલાને સાપ કરડ્યો હોવાથી તેને સુબિર સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવી હતી, જ્યાં તેને સારી સારવાર ન મળતા આહવા સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવાયું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ડાંગના સુબિર સામુહિક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારીના કારણે યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

ડાંગમાં સુબિર આરોગ્ય કેન્દ્રની બેદરકારીના કારણે સગર્ભા મહિલાનું મોત

author img

By

Published : Jan 12, 2021, 1:07 PM IST

  • મોખામાળ ગામની સગર્ભા મહિલાનું સર્પદશથી મોત
  • સુબિર આરોગ્ય કેદ્રમાં યોગ્ય સારવાર ન મળતાં મોત
  • આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી
  • સીએચસી સેન્ટર ઉપરથી સિવિલ હોસ્પિટલ મોકલતાં રસ્તામાં મોત

ડાંગઃ આ અંગેની મળતી વિગતો અનુસાર, ડાંગ જિલ્લો ઘનઘોર જંગલોથી ભરપૂર જોવા મળે છે. અહીં, વન્ય જીવો મોટી સંખ્યામાં જોવા મળે છે. જંગલ વિસ્તાર અને કાચા મકાનોનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સાપ જોવા મળે છે, જેનાં કારણે સાપ કરડવાથી ઘણી વાર મૃત્યુના કેસો પણ સામે આવતાં હોય છે. આવા કેસોમાં યોગ્ય સમયે આરોગ્ય સેવાઓ ન મળવાના કારણે, નેટવર્ક સમસ્યાઓ અથવા રસ્તાની સમસ્યાઓના કારણે વ્યક્તિનું મોત પણ નોંધાય છે ત્યારે આવો જ એક કિસ્સો મોખામાળ ગામે સામે આવ્યો છે.

મોખામાળ ગામની 20 વર્ષીય સગર્ભાને સાપ કરડ્યો હતો

ડાંગ જિલ્લાના નવરચિત સુબિર તાલુકાના મોખામાળ ગામન સગર્ભા મહિલા સુશિલા અશ્વિન ગાવીત (ઉં.વ. 20)ને ગત રોજ કામકાજ કરતી વેળાએ ઝેરી સાપે ડંખ મારતા તેમને સારવાર માટે 108 એમ્બુલન્સ મારફતે સુબિર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

સુબિર સીએચસીમાં યોગ્ય સારવાર ન મળતાં મહિલાને આહવા સિવિલ ખસેડાઈ હતી

આ પીડિત મહિલાની સુબિર સામૂહિક કેન્દ્રના ડોક્ટરોએ થોડા અંશે સારવાર કરી આ પીડિત મહિલાને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની તજવીજ હાથ ધરી હતી. મહિલાને સમયસર યોગ્ય સારવાર ન મળતા આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ જતી વેળાએ 108 એમ્બુલન્સમાં જ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ડાંગ આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં સીએચસી હોસ્પિટલ છે, જે સીએચસીથી ફક્ત ત્રણ કિમી દૂર આવેલી મોખામાળ ગામની મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી હતી. સુબિરના આરોગ્ય કર્મીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં ન આવતા આ ઘટના ઘટી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ડાંગ કલેક્ટર એન. કે. ડામોર સુબિર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો સામે લાલ આંખ કરે તે જરૂરી બની ગયું છે. આ બનાવ બાબતે મૃતક સગર્ભા મહિલાનાં પરિવાર જનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.