ETV Bharat / state

Leopard attack in Dang: ડાંગના નડગખાદી ગામે દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત, જિલ્લા કલેક્ટરે આપી પરિવારને સાંત્વના, દીપડાને ઝડપવા વન વિભાગ અને પોલીસને લગાડી કામે. - ડાંગ ન્યૂઝ

ડાંગ જિલ્લામાં ફરી એક વાર દીપડાની દહેશત સામે આવી છે. જિલ્લાના નડગખાદી ગામે એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. વૃદ્ધના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક સાથે ભયનો માહોલ ફેલાઈ ગયું છે. બીજી તરફ આ દીપડાને ઝડપવા માટે વન વિભાગની સાથે પોલીસની ટીમને પણ ખાસ કામે લગાડવામાં આવી છે.

ડાંગના નડગખાદી ગામે દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 8:42 AM IST

Updated : Nov 10, 2023, 8:54 AM IST

ડાંગના નડગખાદી ગામે દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત

ડાંગ: ડાંગ જિલ્લાના નડગખાદી ગામે ફરી એક વખત દીપડાની દહેશતે ગામ લોકોને ભયના માહોલમાં મુકી દીધા છે. વહેલી સવારે ગામના 53 વર્ષીય મોતીરામ લહનુ નામના આધેડ પોતાના ઘરની બહાર શૌચક્રિયા માટે નીકળ્યા ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધને ગળાના ભાગે ઈજા પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. દીપડાના હુમલાનો અવાજ સાંભળી મૃતકની પત્ની તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતા. તેમની સાથે આજુબાજુના રહેવાસીઓ પણ તરત જ સ્થળ પર દોડી આવ્યાં હતાં. દીપડાના હુમલાની ઘટનાની જાણ વન વિભાગને કરાતા પિંપરી બીટના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અફસાના ફુરેશી તથા બીટ ગાર્ડ રવિન્દ્ર પાડવી તેમજ બીટના રોજમદાર દોડી આવી આવ્યાં હતાં અને સ્થળ પર નિરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કલેક્ટરે લીધી પરિવારની મુલાકાત: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા વહેલી સવારે એક દિપડાએ એક વૃધ્ધ ઉપર હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે મૃતક પરીવાર સાથે મુલાકાત લલીઘી હતી, દીપડાના હુમલામાં મોતને ભેટેલા મોતીરામભાઇ લાહનુભાઇ રાઉતની અંતિમ યાત્રામા પણ તેઓ સહભાગી થયા હતા. ડાંગ જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓએ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપી મળવા પાત્ર સહાય આપવા માટે સૂચન કર્યું હતું,

ત્રણ પાંજરા ગોઠવાયા: જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર હોઇ, સ્થાનિક લોકોને રાત્રી કે વહેલી સવારે એકલા નહીં ફરવા બાબતે સૂચન કર્યુ હતું, તેમજ આ પ્રકારની ઘટનાને ધ્યાનમાં રાખી માનવ ભક્ષી હુમલાખોર દીપડાને ઝડપવા માટે અલગ-અલગ સ્થળે ત્રણ પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વન વિભાગ અને પોલીસ વિભાગના સ્ટાફને પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસો પહેલા પણ આ જ ગામના અન્ય એક વ્યક્તિ પર પણ દીપડા એ હુમલો કર્યો હતો જેમાં તે ઘાયલ થયો હતોસ જોકે ત્યારબાદ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો .

  1. Navsari Leopard: ફડવેલ ગામમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો
  2. Surat Leopard Attack : માંગરોળ તાલુકામાં બાળકને મોતને ઘાટ ઉતારનાર દીપડો પાંજરે પુરાયો

Last Updated : Nov 10, 2023, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.