ETV Bharat / state

ડાંગનું ઐતિહાસિક સ્થળ પાંડવ ગુફા સુધી પહોંચવા રસ્તો જ નથી! - dang historical place

ડાંગઃ પાંડવા ગામે ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવ ગુફા આવેલી છે. ડાંગ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં પાંડવ ગુફા મોખરે છે. પાંડવ ગામથી 3 કિમીના અંતરે જંગલમાં આ ગુફા આવેલી છે. જ્યાં જવા માટે રસ્તો બિસ્માર હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અહીં હવે રસ્તો બને તે ખૂબ જરૂરી છે.

pandav gufa
author img

By

Published : Nov 6, 2019, 8:45 PM IST

ડાંગ જિલ્લાનો જંગલ વિસ્તાર પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકારણ્યના જંગલ તરીકે પ્રસિદ્ધ છે. આ દંડકારણ્યમાં મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવોએ જંગલમાં ગુફા બનાવી તેમાં તેઓ અરણ્યવાસ દરમિયાન રહ્યાં હતાં તેવી દંતકથા પ્રચલિત છે.

ડાંગનું ઐતિહાસિક સ્થળ પાંડવ ગુફા સુધી પહોંચવા રસ્તો જ નથી!

પાંડવોની આ ગુફાને આજે પાંડવા ગુફા તરીકે ઓળખવામાં આવે છે. પહાડી વિસ્તારના ડુંગરોની હારમાળામાં વચ્ચેની ખાઈના ભાગમાં પાંડવા ગામથી 3 કિમીના અંતરે પૂર્વ દિશાના જંગલ વિસ્તારમાં પાંડવા ગુફા આવેલી છે. પાંડવા ગુફાના કારણે જ અહીં વસવાટ કરતાં લોકોના ગામનું નામ પાંડવા ગામ પાડવામાં આવ્યું છે.

વર્ષો જૂની પાંડવા ગુફા સાથે આદિવાસીઓની આસ્થા પણ જોડાયેલી છે. અહીંના આદિવાસીઓ ડુંગર દેવની પૂજા માટે પાંડવા ગુફામાં જતાં હોય છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવા ગુફાનું નામ સૌથી મોખરે છે. પણ આ ગુફાની જાળવણી કરવા માટે તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. વર્ષો પહેલાં પાંચ પાંડવોના પાંચ રૂમો હતાં જે આજે નામશેષ થઈ ગયા છે. અસામાજીક તત્વો દ્વારા ગુફાની તોડફોડ કરવામાં આવી હતી.

પાંડવા ગુફાની જાળવણી થાય ઉપરાંત આ ગુફા સુધી જવા માટે રસ્તો બનાવવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ વારંવાર ગ્રામસભામાં ઠરાવ કર્યા હોવા છતાં પણ ગુફા સુધી જવા માટેના રસ્તાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રસ્તાની માંગણી માટે ગત લોકસભામાં ચૂંટણીમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ થયું નથી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાંડવા ગુફાની મુલાકાતે આવે છે, પણ રસ્તો બરાબર ન હોવાના કારણે પાછા પરત ફરે છે. પથરાળ રસ્તો અને ઠેરઠેર રસ્તા પર ઘાસ હોવાના કારણે ચોમાસાની ઋતુમાં ગુફા સુધી જવા માટે ભારે મુશ્કેલીઓ પડે છે.

ઉલ્લેખનીય છે કે પાંડવા ગુફા એક ઐતિહાસિક સ્થળ હોવાથી તેની જાળવણી જરૂરી છે. આ ઉપરાંત જો પાંડવા ગુફા સુધી જવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે છે અને અહીંના સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારી પણ ઉભી કરી શકાય છે.

Intro:ડાંગ જિલ્લાના પાંડવા ગામે ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવા ગુફા આવેલી છે. ડાંગ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં પાંડવા ગુફા મોખરે છે. પાંડવા ગામથી 3 કિમીના અંતરે જંગલમાં આ ગુફા આવેલી છે. આ ગુફા સુધી જવા માટે રસ્તો બરાબર ન હોવાના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેના કારણે ગ્રામજનો ગુફા સુધી જવા માટેના રસ્તાની માંગણી કરી રહ્યા છે.

Body:ડાંગ જિલ્લા નો જંગલ વિસ્તાર પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકારણ્ય ના જંગલ તરીકે પ્રસિદ્ધ છે. આ દંડકારણ્યમાં મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવોએ જંગલમાં ગુફા બનાવી તેમાં તેઓ અરણ્યવાસ દરમ્યાન રહ્યા હતાં તેવી દંતકથા પ્રચલિત છે. પાંડવો ની આ ગુફાને આજે પાંડવા ગુફા તરીકે ઓળખવામાં આવે છે. પહાડી વિસ્તારના ડુંગરોની હારમાળામાં વચ્ચેની ખાઈના ભાગમાં પાંડવા ગામથી 3 કિમીના અંતરે પૂર્વ દિશાના જંગલ વિસ્તારમાં પાંડવા ગુફા આવેલી છે. પાંડવા ગુફાના કારણે જ અહીં વસવાટ કરતાં લોકોના ગામનું નામ પાંડવા ગામ પાડવામાં આવ્યું છે.

વર્ષો જૂની પાંડવા ગુફા સાથે આદિવાસીઓની આસ્થા પણ જોડાયેલી છે. અહીંના આદિવાસીઓ ડુંગર દેવની પૂજા માટે પાંડવા ગુફામાં જતાં હોય છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત પાંડવા ગુફા નું નામ સૌથી મોખરે છે. પણ આ ગુફાની જાળવણી કરવા માટે તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે એવું સ્પષ્ટ જણાઈ આવે છે. વર્ષો પહેલાં પાંચ પાંડવોના પાંચ રૂમો હતાં જે આજે નામશેષ થઈ ગયા છે. અસામાજીક તત્વો દ્વારા ગુફાની તોડફોડ કરવામાં આવી હતી.

પાંડવા ગુફાની જાળવણી થાય ઉપરાંત આ ગુફા સુધી જવા માટે રસ્તો બનાવવામાં આવે એવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ વારંવાર ગ્રામસભામાં ઠરાવ કર્યા હોવા છતાં પણ ગુફા સુધી જવા માટેના રસ્તાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રસ્તાની માંગણી માટે ગત લોકસભામાં ચૂંટણીમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ થયું નથી. મોટી સનખ્યામાં પ્રવાસીઓ પાંડવા ગુફાની મુલાકાતે આવે છે પણ રસ્તો બરાબર ના હોવાના કારણે પાછા ફરે છે. પથરાળ રસ્તો અને ઠેરઠેર રસ્તા પર ઘાસ હોવાના કારણે ચોમાસાની ઋતુમાં ગુફા સુધી જવા માટે ભારે મુશ્કેલીઓ પડે છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે પાંડવા ગુફા એક ઐતિહાસિક સ્થળ હોવાથી તેની જાળવણી જરૂરી છે. આ ઉપરાંત જો પાંડવા ગુફા સુધી જવા માટે રસ્તા નું નિમાર્ણ કરકામાં આવે તો મોટી સનખ્યામાં પ્રવાસીઓ આવી શકે છે અને અહીંના સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારી પણ ઉભી કરી શકાય છે.

બાઈટ

01 : મોતિરામભાઈ ગાવીત ( પ્રાથમિક શાળાના આચાર્ય, પાંડવા ગામ )

02 : ઉમેશ ચૌધરી ( ગ્રામજન )

03 : ઉમેશ ગાવીત, વોક થ્રુ ( પાંડવા ગુફા )

approved by desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.