ETV Bharat / state

ડાંગના આહવા અને વધઇ તાલુકામાં નવા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરાઇ - ડાંગમાં નવા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક

ડાંગ જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા વધઇ અને આહવા તાલુકામાં નવા પ્રમુખોની નિમણૂક કરાઇ છે. જ્યારે ગુજરાત યુથ કોગ્રેસ દ્વારા ડાંગ જિલ્લાના યુથ કોંગ્રેસ તરીકે વિનોદ ભોયે (નાંદનપેડા) ની નિમણૂક કરવામાં આવી છે.

નવા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરાઇ
નવા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરાઇ
author img

By

Published : Jul 28, 2020, 9:48 PM IST

આહવા: પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ મુજબ ડાંગ જિલ્લાના આહવા અને વધઇ તાલુકામાં નવા કોગ્રેસ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.

વધઇ તાલુકામાં વનરાજ રાઉત (ચિચોંડ) જ્યારે આહવા તાલુકામાં દેવરામ ગાયકવાડ (બારીપાડા) ની નિમણૂક કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી નજીક છે જેથી બુથ લેવલે કોગ્રેસ પક્ષનું વર્ચસ્વ મજબુત કરવા તથા કોંગ્રેસી કાર્યકરોમાં જુસ્સો, પ્રેરવા માટે તાલુકા લેવલે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય મંગળ ગાવિત જેઓ કોંગ્રેસના કદાવર નેતા ગણાતા સાથે તેમની સામે કોંગ્રેસ પક્ષમાં કોઇ ફરીફ ઉમેદવાર નહી હોવાથી તેમના રાજીનામા બાદ ડાંગમાં કોંગ્રેસની નબળી પરિસ્થિતીના એંધાણ વર્તાઇ રહ્યા હતા.

ત્યારે કોંગ્રેસ પક્ષને બુથ લેવલે કાર્યકર્તાઓમાં જુસ્સો પ્રેરવા તથા આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત માટે નવા તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબીસિંહ રાજપૂતે ડાંગ જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનોદ ભોયે (નાંદનપેડા) નિમણૂક કરી છે.

જ્યારે કોંગ્રેસ પક્ષ જોડે મજબુત કાર્યકર્તાઓ અને નેતાઓ નથી ત્યારે આ પક્ષ દ્વારા કાર્યકર્તાઓની ભૂલોને અવગણીને તેઓ પક્ષ માટે વધુ સારી કામગીરી કરે તેવા વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય ચંદર પટેલના સુપુત્ર મુકેશ ચંદર પટેલનું સસ્પેન્સન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાર્ટી દ્વારા આગામી દિવસોમાં દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલે પણ મજબુત કરવા માટે બાકી રહેલી જગ્યાઓ માટે નિમણૂક બાબતે ચર્ચા વિચારણા ચાલુ રાખવામાં આવી છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર આગામી દિવસોમાં સારો કાર્યકર્તા જોઇને તેની નિમણૂક કરવામાં આવશે. નવા નિમાયેલા તાલુકા પ્રમુખને એ.આઈ.સી.સી ના મેમ્બર અને નવનિયુક્ત ડાંગ વિધાનસભાના નિરીક્ષક ગૌરવ પંડયા, ધારાસભ્ય પુનાજી ગામીત, ધારાસભ્ય અંનંત પટેલ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી, ચંદરભાઈ ગાવિત, પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ ,સ્નેહલ ઠાકરે,સહિત કોંગ્રેસી કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે જ દરેક બુથ પર કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિ પહોંચે તેવી વ્યવસ્થા પણ પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે. વધુમાં એ.આઈ.સી.સીના મેમ્બર અને નવનિયુક્ત ડાંગ વિધાનસભાના નિરીક્ષક ગૌરવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર કોઈ પણ હશે જેને અમે જીતાવીશું અને ભાજપના ઉમેદવાર સામેં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.