ETV Bharat / state

આહવા ખાતે ડાંગ દરબાર મેળામાં ઓર્ગેનિક ખેતી પદ્ધતિ માટેનાં પ્લાન્ટ લગાવાયા

ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને 100% ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ડાંગનાં ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લઈને આધુનિક ખેતી તરફ વળ્યાં છે. પારંપારિક ખેતી સિવાય અન્ય ખેતી કરીને આ ખેડૂતોએ સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ રોશન કર્યું છે.

author img

By

Published : Mar 7, 2020, 10:41 PM IST

આહવા ખાતે ડાંગ દરબાર મેળામાં ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓ માટેનાં લગાવાયા પ્લાન્ટ

ડાંગઃ જિલ્લો જે બહુલક આદિવાસી વસ્તી ધરાવે છે. અહીં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ચોમાસા દરમિયાન અહીં ડાંગર અને નાગલીનો પાક મબલક પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન અહીં સ્ટોબેરી, ઘઉં, ચણા વગેરેની ખેતી કરવામાં આવે છે.

બાગાયત વિભાગના પ્રયાસથી અહીંના ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લઈને કાજુ, કેરી, વગેરેની ખેતી કરે છે. પારંપરિક ખેતી પદ્ધતિઓ ઉપરાંત ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારનાં ખેડૂતો કેન્સર ટ્રી, ડ્રેગનફ્રુટ, જમરૂખ, સફરજન જેવી ખેતી કરતાં થયાં છે. હાલ આહવા ખાતે દરબારી મેળો યોજાયો રહ્યો છે, ત્યારે આ મેળામાં ગ્રીન ગો જેવી સરકાર માન્ય સંસ્થા દ્વારા પ્લાટ સ્ટોલ લાગ્યાં છે. જેમાં ફળની વિવિધ જાતો, ઔષધીય વેરાયટીઓ, કિંમતી વૃક્ષોનાં પ્લાટ ખેડૂતોને આકર્ષિત કરી રહ્યાં છે. આ સંસ્થા દ્વારા ખેડૂતોનાં આગળનાં ભવિષ્ય માટે ફાયદાકારક નીવડે તેવી ઓછી ખર્ચાળ અને રોગ મુક્ત ખેતી માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગત વર્ષે આ સંસ્થાનો લાભ લઈને સચિનભાઈ દ્વારા કેન્સર ટ્રીની ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે. કેન્સર ટ્રીની ખેતી કરનાર આ ખેડૂત ગુજરાત રાજ્યના પ્રથમ ખેડૂત છે.

ડાંગના ખેડૂતો ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને સધર બને તે માટે સરકાર ઉપરાંત ગ્રીન ગો જેવી સંસ્થાઓ પણ કાર્યરત છે. આ સંસ્થાઓ દ્વારા ખેડૂતોની રોપણ અને ખરીદી કરવાની જવાબદારી ઉઠાવવામાં આવે છે. જેથી ખેડૂતોને ખેતી પદ્ધતિઓ સહેલી પડે છે. ગ્રીન ગોનાં સ્ટોલ પર કેન્સર ટ્રી, ડ્રેગન ફૂડ, જમરૂખ, જૈતુન, સફરજન, વેનિલા જેવી વેરાઈટીનાં છોડવાઓ માટે ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી કરી હતી.

ડાંગનાં ખેડૂતોને બાગાયત વિભાગ અને વન વિભાગના પ્રયાસ થકી પણ રોજગારી મેળવવાનો અવસર મળે છે. વનવિભાગ દ્વારા જંગલની પેદાશો જેવી કે મૂસળી, વાંસ, મહુડો, મશરૂમ માંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં મહિલાઓનાં સખી મંડળો કામ કરતાં હોય છે. જ્યારે કારેલાં, કાજુ, કરી વગેરેની ખેતી માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.