ETV Bharat / opinion

પશ્ચિમ એશિયામાં ઉકળાટઃ તમામ પાસાઓ પર આવો કરીએ એક નજર - West Asia on the boil

ઈરાન, ઈરાક, હિજબુલ્લાહ, હમાસ, હૌથી અને સીરિયા તથા ઈઝરાયેલની જંગ પશ્ચિમ એશિયા માટે ચિંતાનો વિષય છે. - West Asia on the boil

author img

By Major General Harsha Kakar

Published : 2 hours ago

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

ગત વર્ષની 7મી ઓક્ટોબરથી, પશ્ચિમ એશિયા સતત ઉકળાટમાં દેખાઈ રહ્યું છે. ઈઝરાયેલના હમાસ, હિજબુલ્લાહ, હૌથી, ઈરાક અને સીરિયામાં ફેલાયેલા ઈરાનની ઘણા સ્યુડો સંસ્થાઓ સાથે બાથ ભીડી છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલી નાગરિકો પર કરાયેલા હુમલા તેની આગમાં ઘી નાખનારા હતા. ઈઝરાયેલે શરૂમાં ગાઝામાં હમાસને લપેટવાના પ્રયત્નો કર્યા પણ હિજબુલ્લાહના સમર્થનથી તેને સંઘર્ષને લેબનોન સુધી લંબાવવા મજબૂર થવું પડ્યું. ઈઝરાયેલ સંઘર્ષને આગળ વધારવાથી અંતર કરતું હતું જેથી સ્થાનીક સ્તર પર જ તેને રાખવામાં આવે, પણ ઈરાનના આ સંગઠનોને સ્પષ્ટ સમર્થને ઈઝરાયેલને સંઘર્ષ વધારવાનું જોખમ ઉઠાવવા મજબૂર કરી દીધું છે.

આ વર્ષે 1 એપ્રિલે, ઈઝરાયલે દસમાસ્કસમાં ઈરાની રાજદ્વારી સુવિધાઓ પર નિશાન તાક્યું હતું, જેમાં સાત ઈરાની IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) અધિકારીઓની માર્યા ગયા. ઈરાને જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું. જો તેણે હુમલાને નજરઅંદાજ કર્યો હોત, તો તેનાથી ઈઝરાયેલનો જુસ્સો વધતો, જ્યારે ઈરાની નેતૃત્વની છબી ખરાબ થતી. સાથે જ, જો હુમલામાં ગંભીર સ્થિતિ બની, તો તેનાથી સંઘર્ષ વધુ ખરાબ થઈ શકતો હતો.

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

ઈરાને 13 એપ્રિલ ઈઝરાયેલ પર તેની ધરતી પરથી 300થી વધુ મિસાઈલ્સ અને ડ્રોનનો બેરેજ લોન્જ કર્યો હતો. તેનાથી જરૂરી ચેતાવણી અને ફક્ત સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા. તેનો ઈરાદો સંઘર્ષ વધારવાનો ન્હોતો, પણ આંતરિક દબાણો ઓછા કરવાનો હતો, સાથે જ આ સંદેશ આપવાનો હતો કે જો તેને મજબૂર કરાઈ તો તે હુમલો કરશે. તેની મોટાભાગની મિસાઈલ્સ અને ડ્રોન ઉડાન દ્વારા જ નષ્ટ થઈ ગયા. ઈઝરાયેલે 19 એપ્રિલે આ પ્રકારના સીમિત હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી, જેમાં ઈરાની એસ-300 મિસાઈલ સિસ્ટમને નષ્ટ કરી દીધી, પણ કોઈ જાનહાની નહીં થઈ. તેલ અવીવનો સંદેશ હતો કે ભવિષ્યમાં ઈરાનના રાજનૈતિક પ્રતિષ્ઠાન લક્ષ્ય બની શકે છે. સંઘર્ષ સમાપ્ત થવા પર આવ્યો.

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

લેબનોન પર હાલમાં જ ઈઝરાયેલી હુમલામાં હમાસ અને હિજબુલ્લાહે ઉચ્ચ નેતાઓની હત્યામાં શામેલ છે, જેને કારણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ ફરીથી વધી ગયો છે. જ્યારે હમાસના નેતા ઈસ્માઈલ હનીયાહની તેહરાનમાં હત્યા કરવામાં આવી, ત્યારે ઈરાને કોઈ પ્રતિક્રિયા ન્હોતી આપી. સંભવતઃ તેનાથી તેલ અવીવને વધારો મળ્યો. હિજબુલ્લાહ નેતા હસન નસરલ્લાહ અને ઈરાનના બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરુશનની હત્યા અને લેબનોનમાં ઈઝરાયેલના જમીની હુમલાએ તે કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યા. તેહરાન પોતાના પ્રોક્સીના દબાવમાં આવી ગયું હતું. કાર્યવાહી ન કરવાનો મતલબ હિજબુલ્લાહ પર નિયંત્રણ ગુમાવવો પડશે.

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

શાંતિ વાર્તા દરમિયાન, ઈઝરાયેલ પર લેબનોન અને ગાઝાના સામેના પાતાના હુમલા બંધ કરવાના માટે અમેરિકાની તરપથી દબાણ ન્હોતું. એવી જાણકારી છે કે ઈઝરાયેલ અને હિજબુલ્લાહ શાંતિ સમજૂતીના નજીક હતા. જોકે, તેનાથી ઈઝરાયેલને હિજબુલ્લાહ પર હુમલો કરવા અને તેની સૈન્ય શક્તિને ઓછી કરવાથી રોકી શકાતી હતી. હવે એ સ્પષ્ટ છે કે શાંતિ નહીં થાય. ઈઝરાયેલને પોતાના હુમલા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ રહી છે કારણ કે 7 ઓક્ટોબરના હુમલાઓથી તેને નુકસાન પહોંચ્યું છે અને તેને જવાબી હુમલા કરવાનો અધિકાર છે. સાથે જ ઈરાનને સંઘર્ષને વધારવો રોકી શકાય છે.

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

પોતાના નવીનતમ હુમલામાં, ઈરાને રુસના માધ્યમથી પશ્ચિમને પૂર્વ સૂચના આપતા, ઈઝરાયેલી સૈન્યના ઠેકાણાં પર લગભર 200 બેલેસ્ટિક મિસાઈલ્સ છોડી. આ વખતે અગ્રિમ ચેતવણીના થોડા જ કલાકોની હતી. મોટાભાગની મિસાઈલ્સ ઉડાન દરમિયાન જ નષ્ટ થઈ ગઈ. ઈઝરાયેલી સૂત્રો અનુસાર, જમીન પર ઘણું ઓછું નુકસાન થયું છે. તેહરાને કહ્યું કે તેમનો સંઘર્ષ વધારવાનો કોઈ ઈરાદો નથી અને તે ત્યારે કાર્યવાહી કરશે જ્યારે ઈઝરાયેલ જવાબી હુમલો કરશે. ઈરાનને ખબર છે કે તેની સેના ઈઝરાયેલથી નબળી છે, જેને પશ્ચિમનું સમર્થન પ્રાપ્ત છે. ઈરાન પાસે ફક્ત રુસ અને ચીનનું રાજદ્વારી સમર્થન છે.

પશ્ચિમ એશિયામાં ઉકળાટ
પશ્ચિમ એશિયામાં ઉકળાટ (AP)

ઈઝરાયેલી જવાબી કાર્યવાહી કરવાની કસમ લીધી છે. જ્યારે અમેરિકાનો દાવો છે કે ઈઝરાયેલને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે, તેણે ઈરાનના પરમાણુ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની પરવાનગી નથી આપવામાં આવી, જે હંમેશા ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ માટે ચિંતાનો વિષય રહ્યો છે, જે તેને નષ્ટ કરવા માટે દ્રઢ સંકલ્પિત છે. નેતન્યાહૂએ કહ્યું, 'ઈરાને આજ રાત મોટી ભુલ કરી- અને તેને તેની કિંમત ચુકવવી પડશે.'

ઈઝરાયેલ પાસે ભલે એક શક્તિશાળી સૈન્ય શક્તિ હોય, પણ એક નાનું રાષ્ટ્ર હોવાને કારણે તેની પાસે રાજનૈતિક ઉંડાણની ખોટ છે અને તેથી તે પોતાની જમીનથી દૂર જ પોતાના અભિયાન ચલાવવાનું પસંદ કરશે અને સાતે જ બફર ઝોનનો વિસ્તાર પણ કરશે. લેબનોનમાં હાલના ચાલી રહેલા અભિયાનોનો હેતુ સીમાના નજીક રહેનારી પોતાની આઝાદીની સુરક્ષા માટે એક બફર ઝોન બનાવવાનો છે.

ઈરાન, આકારમાં મોટું હોવા છતા, પોતાના કાર્યોથી મોટાભાગના આરબ દેશોને અલગ-અલગ કરી ચુક્યું છે અને તેથી તેની ધરતી પર ઈઝરાયેલી હુમલાની સ્થિતિમાં તેમને કોઈ સહાનુભૂતિ કે સમર્થન મળવાની શક્યતાઓ નથી. તેના પ્રોક્સી હુમલા સાઉદી અરબ અને યુએઈના તેલ પ્લાન્ટ્સને નિશાન બનાવાયા છે. તેહરાને રિયાદના સાથે સંબંધોને ફરીથી સ્થાપિત કર્યા હોઈ શકે છે, પણ કોઈ પ્રેમ નથી ગુમાવ્યો. કોઈ પણ દેશના તેના સમર્થનમાં આવવાની સંભાવના નથી. ભારતમાં ઈરાની રાજદૂતે કહ્યું કે, જોકે ભારતના ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ઘનિષ્ઠ સંબંધ છે, તેથી તે 'ઈઝરાયેલને યુદ્ધ રોકવાના માટે મનાવી શકે છે.'

આ ઉપરાંત ઈરાન પોતાની મર્યાદાઓથી જાણકાર છે અને તેણે ક્યારેય પણ ઈઝરાયેલ સાથે સંઘર્ષ નથી ઈચ્છ્યો. તેનો ઈરાદો ફક્ત પોતાના પ્રોક્સી થકી મિસાઈલ અને ડ્રોન હુમલાથી ઈઝરાયેલને લોહીથી રંગવાનો રહ્યો છે. આ પ્રકારે ના તો ઈરાન અને ના તો હિજબુલ્લાહે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં હમાસને ખત્મ કરવા દરમિયાન કોઈ નવો મોરચો ખોલ્યો. તેમણે ફક્ત ઈઝરાયેલને દબાણમાં રાખવા રોકેટ છોડ્યા. તે અમેરિકાને પણ સંઘર્ષમાં ઢસેડવા ન્હોતા માગતા. ઈઝરાયેલે તે કમજોરીનો ફાયદો ઉઠાવ્યો અને ગાઝા પર નિયંત્રણ મેળવ્યા પછી હિજબુલ્લાહની સાથે સંઘર્ષ વધારી દીધો, જેમાં હમાસ ઘણી હદે કમઝોર થઈ ગયું. ગાઝા હજુ પણ સળગી રહ્યું છે, શું ઈઝરાયેલનો હિજબુલ્લાહ પર હુમલો સફળ થશે, આ અજ્ઞાત છે. તે પહેલા પ્રયાસમાં નિષ્ફળ થઈ ગયા હતા.

તે ઉપરાંત, આ તથ્યને પણ સ્વીકાર કરાઈ રહ્યું છે કે તેહરાનમાં સત્તા પરિવર્તન ન ફક્ત ઈઝરાયેલ પણ અમેરિકા માટે, પણ પુરા ક્ષેત્ર માટે પણ લાંબાગાળે લાભકારી થશે. પણ એવું થવું સરળ નથી, જોકે નેતન્યાહૂ આ તરફ ઈશારો કરી રહ્યા છે.

છતાં જો ઈઝરાયેલના જવાબી હુમલાથી ઈરાનની રણનૈતિક સંપત્તિઓને મોટું નુકસાન પહોંચે છે, તો તેહરાન પશ્ચિમ એશિયામાં ઉથલ-પાથલ મચાવવાની ક્ષમતા રાખે છે. તેનાથી પ્રતિનિધિ કે ઈરાન ખુદ આ ક્ષેત્રમાં ઓઈલ સુવિધાઓને નિશાન બનાવી શકે છે, જેનાથી વૈસ્વિક અર્થવ્યવસ્થા અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ ઈઝરાયેલ પાસે ઘણું બધું છે. તે નબળા થઈ ચુકેલા હમાસના સાથે સાથે હિજબુલ્લાહ અને હૌથી સાથે પણ લડી રહ્યું છે. નેતન્યાહૂએ પોતાના હવાઈ હુમલા અને પેજર બ્લાસ્ટથી હિજબુલ્લાહને નુકસાન પહોંચાડ્યું હોઈ શકે છે, પણ હિજબુલ્લાહ હજુ પણ ઘણું બધું મેળવી શક્યું નથી.

આ સંજોગોમાં ઈઝરાયેલ ઈરાનના સામે હવાઈ યુદ્ધ શરૂ નહીં કરી શકે. જોકે તેલ અવીવને ઈરાનની કાર્યવાહીઓનો જવાબ આપવો પડશે નહીં તો આ ખોટો સંદેશ જશે. જવાબી કાર્યવાહીની પ્રકૃતિ સંઘર્ષને વધારવા કે તેને સ્થાનીક બનાવી રાખવાના તેના ઈરાદાને નિર્ધારિત કરશે. દુનિયા રાહ જોઈ રહી ચે કે ઈઝરાયેલ પોતાના હુમલાઓની યોજના બનાવે છે કે નહીં. એક વિસ્તૃત સંઘર્ષ તેલ આપૂર્તિઓને અસર કરી શકે છે જેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચી શકે છે.

ભારત ઈરાનના ચાબહાર બંદરનો વિકાસ કરી રહ્યું છે. એ બાબતની સંભાવના ઓછી છે કે આ ઈઝરાયેલનું લક્ષ્ય હશે. અત્યાર સુધી, ભારતે સંઘર્ષમાં કોઈપણ પક્ષની સામે ટિપ્પણી કરવાથી અંતર કર્યું છે, પણ વાતચિત અને સંયમની માગ કરી છે. આવનારા અઠવાડિયે એ નક્કી કરશે કે પશ્ચિમ એશિયામાં સ્થિતિ કેવી રીતે વિકસિત થશે.

  1. ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર લગામ કસવા કાયદામાં કડકાઈ : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો - Child pornography
  2. ભારત-યુએસ સંબંધોમાં અવરોધો - Roadblocks in Indo US ties

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.