ડાંગ : જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર રાજ્યની સરહદને જોડતો રસ્તો બિસમાર હાલતમાં છે. આ બિસ્માર રસ્તાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારથી મહારાષ્ટ્ર સરહદી ગામડાઓમાં રસ્તાઓની હાલત એકદમ ખરાબ જોવા મળી રહી છે. નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતો આ રસ્તો અંદાજે 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.
![ગુજરાતી સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:09:39:1602668379_gj-dang-01-road-vis-gj10029_14102020144627_1410f_01986_347.jpg)